તાપી જીલ્લામાં કપુરાનાં કોરોના દર્દીનું મોત : કુલ મોત 6
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દીનું મોત થયું છે, જેની સાથે કુલ 6 લોકોનાં મોત થયા છે.
વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી મહિલા દર્દી ઉંમર – ૬૦ વર્ષ; રહેવાસી – ગોડાઉન ફલિય, કપુરા તા. વ્યારા જીલ્લા – તાપી, તા-૧૭-૦૭-૨૦૨૦ ના રોજ હાયપર ટેન્શન, શ્વાસની તક્લીફ, તાવ અને ક્ફ્ની તક્લીફના લીધે દાખલ કરેલ હતા. સાથે તેઓનો કોવિડ ટેસ્ટ પણ પોજીટીવ આવેલ હતા તેઓનુ અવસાન સડન કાર્ડિયો-રેસ્પાયરેટ્રી અરેસ્ટ , એકયુટ રેસ્પાયરેટ્રી ફેલીયર અને સીવીયર ન્યુમોનિયાના લીધે આજ રોજ તા-૨૮-૦૭-૨૦૨૦ થયેલ છે.