માંગરોળ-માંડવીના મામલતદાર, ઉમરપાડાનાં TDO તથા માંગરોળ, ઉમરપાડા અને માંડવીનાં પ્રાંત અધિકારીની જગ્યાઓ ખાલી : હાલમાં નવા ઓર્ડરો થયાં છતાં ઉપરોક્ત જગ્યાઓ ભરવામાં ન આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક સમયથી સુરત જિલ્લાના માંગરોળ,માંડવી તાલુકાનાં મામલતદાર ની જગ્યાઓ ખાલી પડી છે, માંગરોળ ખાતે નાયબ મામલતદાર દિનેશભાઇ ચૌધરીને ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે અતિ પછાત એવા ઉમરપાડા ખાતે અતિમહત્વની એવી તાલુકા વિકાસ અધિકારીની જગ્યા પણ ખાલી પડી છે, જ્યારે માંગરોળ, ઉમરપાડા અને માંડવી આ ત્રણ તાલુકાનાં નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ની જગ્યા પણ ઘણાં લાંબા સમયથી ખાલી પડી છે, હાલમાં બારડોલીના પ્રાંત અધિકારી ને ચાર્જ આપવામાં આવ્યો છે, હાલમાં જ મામલતદારો અને નાયબ કલેક્ટર ની બદલીના હુકમો સરકાર તરફથી કરવામાં આવ્યા છે, પરંતુ આ હુકમોમાં ઉપરોત જગ્યાઓ ભરવા માટે કોઈ હુકમ કરવામાં આવ્યા નથી, ઉપરોત તમામ જગ્યાઓ અતિમહત્વની હોય આ વિસ્તારની પ્રજાએ આ જગ્યાઓ વહેલી તકે ભરવા માંગ કરી છે, કેમ કે હાલમાં આ જગ્યાઓ ચાર્જમાં આપી કામ ચલાવવામાં આવી રહ્યું છે જેને પગલે જે અધિકારીઓને ચાર્જ આપવામાં આવ્યો છે એ અધિકારીઓ જ્યાં ફરજ બજાવે છે તે સ્થળે પણ તે વિસ્તારનાં નાગરિકોને મુશ્કેલીઓ પડી રહી છે, ત્યારે આ જગ્યાઓ ભરવા પ્રજાજનોએ માંગ કરી છે.