માંગરોળ તાલુકાનાં ભડકુવા ગામે યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરાયું

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા,  માંગરોળ)  : કોરોના મહામારી સામે વિશ્વ આખુ ઝઝુમી રહ્યુ છે ત્યારે થોડા સમય પહેલાં સમગ્ર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરાયું હતું જેના કારણે વાહન-વ્યવહારની અવરજવર ખુબ જ ઓછી થઈ ગઇ હતી અને ઔધોગિક કામગીરી પણ બંધ કરાઇ હતી જેનાથી પ્રદૂષણનું પ્રમાણ ખુબ જ ઓછુ થઇ ગયું હતું. વરસાદ સારો થાય અને પર્યાવરણ શુદ્ધ રહે તે હેતુથી આજરોજ માંગરોળ તાલુકાના ભડકૂવા ગામે વનવિભાગ માંડવી ના સહયોગથી રોડ રસ્તાની બંને બાજુ, શાળા, સ્મશાન ભૂમિમાં જમરુખ, સાદડ, ગુલમહોર, સાગ, કાજુ, સિતાફળ, ચંદન, ખખજુરી, પીપળો, નીલગીરી, સેવન, મહુડો, સિંદૂર, સિસમ, દાડ્મ, બિલિપત્ર, લક્ષ્મીતરુ, કરમદાં, આમળાં, ભિલામો, કાકડ, બહેડા, અરડુસી, હરડે જેવા 1500 રોપાઓનું વૃક્ષારોપણ કર્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other