માંગરોળ પોલીસ મથકેથી પ્રોહીબીશનનો આરોપી નજર ચૂકવી ભાગી છૂટ્યો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મુલતાની ફળીયાથી ઝાકીર જુમ્મા મુલતાની નામના વ્યક્તિ ને પરપ્રાંતિય બનાવટની ઈંગ્લીશ દારૂની કીંમત રૂ.૧,૯૪,૬૦૦/- નો મુદ્દામાલ મુકીને ફરાર થઈ ગયો હતો જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. અને મુદ્દામાલ ને કબજે કરવામાં આવ્યો હતો. તા. ૨૪/૦૭/૨૦૨૦ ના રોજ આ ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં કરોનાની મહામારી ચાલી રહી હોવાથી ઝાકીર જુમ્મા મુલતાની નામના વ્યક્તિને ધરપકડ કરી બારનીસી રૂમમાં રાખવામાં આવ્યા હતા અને સેમ્પલ લેવામાં આવ્યું હતું અને રીપોર્ટ આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશન ના બારનીસી રૂમમાં કરોનટાઈન ડીટેઈન કરીને રાખવામાં આવ્યો હતો. સવારે રીપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાથી આ આરોપીને હોમ આયસુલેશન કરવામાં આવ્યું હતું આ આરોપીની દેખરેખ માટે પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી નાઓની સુચના મુજબ GRD નિલેશભાઈ ઝીણા ગામીત તેમજ કલ્પેશભાઈ હનિયા ગામીત નાઓને મુકવામાં આવ્યા હતાં. અને પોલીસ સ્ટેશનમાં ઓપરેટર વુમેન LR વર્ષાબેન તેમજ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રભાઈ હાજર હતાં અને પોલીસ સ્ટેશનના ઈનચાર્જ હેડ કોન્સ્ટેબલ ચેતનકુમાર મનુભાઈનાઓના પગનો દુખાવો થતો હોવાથી પોલીસ સ્ટેશનનો કોઈને પણ ચાર્જ આપ્યા વગર દવા લેવા માટે નીકળી ગયા હતાં તેમજ માંગરોળ પોલીસે હાલમાં માસ્ક વિના ફરતા લોકોને તેમજ માસ્ક વિના ફરતા બાઇક સવાર નાઓ સામે દંડનીય કાર્યવાહી કરવાનું હાથ ધર્યું હતું જેથી સવારના પોલીસ સ્ટાફ તે માટે નીકળી ગયા હતા.આ સમયે ઝંખવાવના બીલાલભાઈ અનવરભાઈ મુલતાની નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર લઈને આવ્યા હતા અને દરવાજો ખોલ્યો હતો જેને કુદરતી હજાતે જવા શૌચાલય તરફ લઈ ગયા હતા અને નજર ચૂકવીને બાઈક લઈને બહાર નીકળી ગયો હતો.