વ્યારા પોલીસની પ્રશંસનીય કામગીરી : હાઇવે રોડ ઉપર બનેલ ધાડનો ગુનો ટૂંકા સમયગાળામાં ડિટેકટ કરી 6 આરોપી ઝડપી પાડ્યા

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ગઈ તારીખ ૨૦ / ૦૭ / ૨૦૨૦ ના રોજ ફરીયાદી હસમખાન હુસેનખાન મહેર ઉં.વ .૪૫ ધંધો – ડ્રાઈવર રહે.હાલ શોપ નંબર ૩૦ ડીવાઈન લોજીસ્ટેક ટ્રાન્સપોર્ટ , ટેન્કર એસોસીયેશન બિલ્ડીંગ ગાંધીધામ , તા – ગાંધીધામ જી . કચ્છ નાઓ ટેન્કર નં- GJ – 12 – BX 1481 માં ભરૂચ ખાતે આવેલ જી.એન.એસ.એફ.સી. કંપનીમાંથી કેમીકલ ભરી અહેમદનગર ખાતે આવેલ સન ફાર્મા ઈન્ડસ્ટ્રીયલ કપનીમાં કેમીલ ખાલી કરવા જતા હતા તે દરમ્યાન કટાસવાણ ગામની હદમાંથી નેશનલ હાઇવે નં -૫૩ ઉપર રાત્રીનાં આશરે નવેક વાગે ટેન્કર લઈ પસાર થતા હતા ત્યારે એક સફેદ કલરની સેન્ટ્રો ફોર વ્હીલર ગાડી ને “ GJ – 19 – A – 8341 ની ઓવરટેક કરી ટેન્કર આગળ લાવીને ઉભી રાખી , ફોર વ્હીલ ગાડીમાંથી આશરે છ જેટલા અજાણ્યા ઈસમો આશરે ૨૫ થી ૩૫ વર્ષનાઓ હાથમાં લાકડીઓ સાથે આવી ટેન્કરનો આગળનો કાચ તોડી નાખી બે ઈસમોએ ફરીયાદીને પકડી ડરાવી ધમકાવી ફરીયાદીના માથાનાં તથા ખભા અને પીઠના ભાગે લાકડીના સપાટા મારી જમીન ઉપર પાડી ઢીકા મુક્કીનો માર મારી ફરીયાદીના પાકીટમાંથી રોકડા રૂપિયા ૯,૫00 / -તથા સફેદ કલરનો મોબાઇલ ઝુંટવી લીધેલ હતો તેમજ ટેન્કરના ઘેલામાં મુકેલ રોકડા રૂપિયા ૧0,000 / – તથા ટેન્કરમાં મુકેલ મોબાઇલ મળી કુલ રોકડા રૂપિયા ૧૯,૫૦૦ / તથા મોબાઈલ ફોન નંગ -૦૩ કિ .૩ ૪૫૦૦ મળી કુલ રૂપિયા ૨૪,000 / -ની લુંટી કરી ધાડ પાડી સેન્ટ્રો ગાડી નંબર GJ – 19 – A – 8341 માં આવેલ છે અજાણ્યા ઈસમો નાસી ગયેલાની ફરીયાદ કાકરાપાર પોલીસ સ્ટેશનમાં તા.રપ ૭ / ર 0 ર 0 ના રોજ દાખલ કરવામાં આવેલ છે. તા . ૨૫ / ૦૭ / ર 0 ર 0 ના રોજ શ્રી એચ.સી.ગોહિલ પોલીસ ઇન્સ્પેકટર વ્યારા તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન શ્રી એચ.સી.ગોહિલ પોલીસ ઇન્સ્પેકટરનાઓને બાતમી હકિકત મળેલ કે , કાકરાપાર પો.સ્ટે FIR NO 11824003200433 / 2020 ઈ.પી.કો.કલમ ૩૯૫,૪૨૭ મુજબ ગુનામાં સંડોવાયેલ એક સફેદ કલરની ફોર વ્હીલ ગાડી નંબર GJ 19 A8341 ની વ્યારા સીંગી ફળીયામાં ચાર રસ્તા પાસે ઉભી છે જેમાં છ જેટલા ઈસમો બેસેલ છે.તેવી પાકી બાતમી હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ જતા , સેન ä ફોર વ્હીલ ગાડીમાં આરોપી ( ૦૧ ) શીવાકુમાર જગનભાઈ ભોઈ ઉ.વ .૩૦ રહે.વ્યારા ભોયવાડ પાણીની ટાંકી પાસે ઘર નં .૭૨૮ તા.વ્યારા જી.તાપીનો તથા ( ૨ ) પ્રતેશકુમાર દિલીપભાઈ ગામીત ઉ.વ .૨૨ રહેવાસી – તાડકુવા ગામ ડ્રગરી ફળીયા તા.વ્યારા જી.તાપી તથા ( ૩ ) તાલીબશાહ મુસાશાહ ફકીર ઉ.વ .૨૩ રહેવાસી વ્યારા મુગદુમનગર બાલમંદિરની સામે તા.વ્યારા ” જી.તાપી તથા સલીમભાઈ કાકાર ઉ.વ , ૨૪ રહેવાસી – વ્યારા મુગદુમનગર ઘરને , ૮૮૨ તા.વ્યારા જી.તાપી તથા ( ૫ ) શાહરૂખ મુક્તાર કાકર ઉ.વ .૨૩ રહેવાસી – વ્યારા મુગદુમનગર ઘર નં ૭૬૭ તા , વ્યારા જી.તાપી ( ૬ ) વિજયકુમાર ઉર્ફે વિજલો શ્યામભાઈ ગામીત ઉ.વ .૨૭ રહેવાસી વ્યારા શીંગી ફળીયા તા.વ્યારા જી.તાપીનાઓ મળી આવેલ તેઓ સદર ધાડ કરેલાની કબુલાતકરેલ હોય તેઓના કબજામાંથી ધાડમાં ઉપયોગમાં લીધેલ ફોર વ્હીલ ગાડી નંબર GJ 19 A8341 તથા રોકડા રૂપિયા ૩૦૦૦ / – તથા મોબાઇલ નંગ -૦૭ કબજે લઇ તેઓ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડિટેઇન કરી તેંઓને ગુનાના કામે અટકાયત કરવા આરોપીઓનો કબજો કાકરપાર પોલીસ સ્ટેશન નાઓને સોપેલ છે . સદર હાઇવે રોડ ઉપર બનેલ ધાડનો ગુનો ટુંકા સમયમાં વ્યારા પોલીસે ડિટેકટ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other