આઇ.ટી.આઇ.માં એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલ રાજ્યની વિવિધ સરકારી ગ્રાન્ટ – ઇન – એઈડ / સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે પ્રવેશ સત્ર -2020 માટે પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે . હાલના coVD – 19 સંજોગોને ધ્યાને લઇ સરકારશ્રી દ્વારા પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવેલ છે . જે મુજબ ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ તા . 20.08.2020 તથા રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ તા .21.08,2020 નિયત કરવામાં આવેલ છે .
હાલ આઇ.ટી.આઇ , ઇન્દુગામ , વ્યારા ખાતે ફિટર , વાયરમેન , ઇલેક્ટ્રીશન , કોપા , ઇંસ્ટમેંટ મેકેનિક , હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર , મેકેનિક ડિઝલ , વેલ્ડર , સિવણ , સ્ટેનો તથા આર્મેચર મોટોર રિવાઇડિંગ જેવા રોજગારલક્ષી ટ્રેડ ચાલે છે . ધો . 7 પાસ થી લઇને ધો . 10 પાસના વિદ્યાર્થીઓ લાયકાતને અનુરુપ ટ્રેડમાં પ્રવેશ મેળવી શકે છે . અહિં અનુભવી અને કુશળ ઇન્સ્ટ્રક્ટર દ્વારા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવે છે જેથી 1 કે 2 વર્ષની તાલીમ મેળવ્યા બાદ તાલીમાર્થી એક કુશળ કારીગર બની રોજગાર મેળવી સકે . સંસ્થાના પ્લેસમેન્ટ અને એપ્રેટિસ વિભાગ દ્વારા સમયાંતરે ભરતી મેળાનું આયોજન કરી તાલીમાર્થીઓને વિવિધ કંપનીઓમાં નોકરી અપાવવા પ્રયત્ન કરવામાં આવે છે . તાપી જિલ્લાના તથા નજીકના યુવાઓ આઇ.ટી.આઇ , વ્યારા ખાતે પ્રવેશ મેળવી પગભર બની સકે છે . વધુ માહિતી આઇ.ટી.આઇ , ઇન્દગામ , વ્યારા અથવા નજીકની આઇ.ટી.આઇ નો સંપર્ક કરવો .
Nice