તાપી જિલ્લાનો ચોવીસ કલાકમાં વરસેલ વરસાદની સ્થિતી
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;રવિવાર:-તાપી જિલ્લામાં વરસી રહેલા હળવાથી ભારે વરસાદના લીધે ખેડૂતો ચોમાસાની વાવણીના કામમાં લાગી ગયા છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા. ૨૬મી, જુલાઇ રવિવારના રોજ સવારે ૦૬:૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલ સુધીમાં વ્યારા તાલુકામાં સૌથી વધુ ૨૮ મી.મી,ડોલવન ૨૬ મી.મી,ઉચ્છલ ૨૧ મી.મી,વાલોડ ૧૦ મી.મી,સોનગઢ ૭ મી.મી,નિઝર ૭ મી.મી, કુકરમુન્ડા તાલુકામાં ૪ મીમી. વરસાદ નોંધાયેલ છે.
જિલ્લામાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં વાલોડ ૩૧૨મી.મી, સોનગઢ ૩૨૮મી.મી, ડૉલવણ ૩૪૧ મી.મી, વ્યારા ૩૫૭ મી.મી., કુકરમુન્ડા ૩૦૭મી.મી, ઉચ્છલ ૧૫૩ મી.મી. અને નિઝરમાં ૪૨૭ મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ અને નિઝરમાં ૪૨૭ મી.મી અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૧૫૩ મી.મી વરસાદ થયો છે.
…..