માંગરોળ પોલીસની માસ્ક ન પહેરનારા સામે લાલ આંખ : સ્થળ ઉપર જ દંડની રસીદ પકડાવી દઈ દંડની રકમ વસુલ કરવાનું શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર સુરત શહેરમાં અને જિલ્લામાં દિવસે દિવસે કોરોનાં કેસોમાં જંગી વધારો થઈ રહ્યો છે, ત્યારે પ્રજા માસ્કનો ઉપયોગ કરે, સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને સેનેતાઇઝર નો ઉપયોગ કરવામાં આવે એ ખાસ જરૂરી છે, છતાં પ્રજાજનો અને વેપારીઓ આ પ્રત્યે હજુ પણ બેદરકારી દાખવી રહ્યા છે.જેને પગલે કોરોનાં ના કેસોમાં વધારો થવાની શક્યતા વધે એમ છે,ત્યારે પ્રજાજનો ઉપરોક્ત વસ્તુઓનો ઉપયોગ કરે એ માટે પોલીસ તરફથી હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, માંગરોળ પોલીસ ની વિવિધ ટીમો તરફથી મોસાલી,મોસાલી ચારરસ્તા અને વાંકલ વિસ્તારોમાં માસ્ક વીનાં ફરતાં કે વાહનો લઈને પસાર થતાં લોકો સામે લાલ આંખ કાઢી છે, આવા લોકો પાસેથી સ્થળ ઉપર જ દંડ ની રકમની રસીદ પકડાવી દંડ વસુલ કરવાની કડક કાર્યવાહી શરૂ કરતાં માસ્ક વીનાં ફરતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, જો કે પોલીસ જે કામગીરી કરી રહી છે તે પ્રજાના હીતમાજ કરી રહી છે,સારા લોકોએ પોલીસ ની આ કાર્યવાહી ને બિરદાવી અભિનંદન પાઠવ્યા છે.