સુરતના કામરેજ ચારરસ્તા વિસ્તારમાં બનેલી ઘટના : ખાઉધરા ગલી નજીક આવેલી પાન મસાલાની દુકાનમાં સાત હજાર રોકડા અંને પાન-મસાલા-સિગારેટ મળી તીસ હજારથી વધુની થયેલી ચોરી

CCTV તસ્વીર
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : CCTV તસ્વ્વી રસુરત જિલ્લાના કામરેજ ચારરસ્તા ખાતે ખાઉધરા ગલી આવેલી છે, આ વિસ્તાર માનવીઓથી ભરચક રહે છે. સાથે નજીકમાં પોલીસ મથક પણ આવેલું છે, ત્યારે ,ખાઉધરા ગલીની નજીક આવેલી એક પાન-મસાલા ની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી , દુકાનમાંથી સાત હજાર રૂપિયા રોકડા પાન મસાલા અને સિગારેટ મળી કુલ ત્રીસ હજાર રૂપિયાથી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે, સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી માં કેદ થઈ જવા પામી છે.તસ્કરો એ સતત તીસ મિનિટ સુધી શાંતચિતે આખી દુકાન માં ખોળ ખખેર કરી ચોરી કરી ફરાર થઈ ગયા છે.