તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સ્લમ વિસ્તાર સીંગીના શૈલેષભાઇએ કોરોનાને હરાવ્યો

Contact News Publisher

જનરલ હોસ્પિટલ, વ્યારા માં કોવિડ-૧૯ આઈસોલેશન વોર્ડમાં જાંબાઝ ડોકટરોની ટીમ કોરોના દર્દીઓની સારવાર આપી રહી છે.

(માહિતી બ્યુરો વ્યરા-તાપી) તા.૨૪ઃ વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ કોવિડ-૧૯ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહયો છે. આપણાં ભારત દેશ ના તમામ રાજ્યો અને જિલ્લાઓ સહિત ગામડાઓમાં પણ કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહયું છે. જે માનવ જાત માટે ચિંતાનો વિષય છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર તમામ નાગરિકોને આ મહામારીથી બચાવવા માટે WHO ની ગાઈડ લાઈન અનુસાર વિવિધ પગલાઓ લઇ રહી છે.
તાપી કલેકટરશ્રી આર.જે.હાલાણીના સુચારૂ માર્ગદર્શન હેડળ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ તકેદારી સાથે કોરોના વાઈરસનો પ્રતિકાર કરી રહ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર,આયુર્વેદિક હોસ્પિટલો ના ડોકટરોની ટીમો કોરોના સામે સજ્જ બની રાત-દિવસ કામ કરી રહ્યા છે.આમ જિલ્લાના આરોગ્ય વિભાગ ના જાંબાઝ ડોકટરોની ટીમ કોરોના પોઝેટીવ દર્દીની કાળજીપૂર્વક સારવાર આપી જહેમત ઉઠાવી રહી છે.
તાપી જીલ્લાનાં વ્યારા તાલુકામાં સ્લમ વિસ્તારમાં આવેલ સીંગી ગામનાં વતની શૈલેષભાઇ મનોજભાઇ ગામીત ઉંમર વર્ષ ૩૦ છે. જેઓ આર્થિક રીતે ખુબ જ ગરીબ છે. અને તેઓ ખેત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને દસ – પંદર દિવસથી શરદી અને તાવ તેમજ શારિરીક નબળાઈ જણાતા તેમની કોવીડ-૧૯ ની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમનો કોવીડ – ૧૯ નો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમને તારીખ ૦૬/૦૭/૨૦૨૦ નાં રોજ તાત્કાલિક જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે આઇસોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ તેમને મેડીસીન વિભાગના ડોકટર કુંજનબેન ચૌધરી અને સ્ટાફ નર્સ દ્વારા રોજેરોજ તપાસ કરી જરૂરી સારવાર આપવામાં આવતી હતી. પરંતુ તારીખ ૦૭/૦૭/૨૦૨૦ નાં રોજ અચાનક તેમની તબિયત ગંભીર રીતે બગડતા તેમને ડોકટરની સલાહ મુજબ તાત્કાલિક આઇ.સી.યુ વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને તાત્કાલિક વેંન્ટીલેટર પર રાખી સારવાર ચાલુ કરવામાં આવી હતી. ત્યાર બાદ ડોકટર કુંજનબેન ચૌધરી અને તેમના સ્ટાફના અથાગ પ્રયત્નો અને સમયાંતરે તેમનાદ્વારા ટેલી મેડીસીનથી સુરત સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તજજ્ઞો સાથે ચર્ચા મુજબ ઇંજેક્સન ટોસીલોઝુમેબ પણ આપવામાં આવ્યું હતું. આમ ડોકટર કુંજનબેન ચૌધરી અને તેમના સ્ટાફના અથાગ પ્રયત્નો થકી સારવાર આપવામાં આવતા તારીખ ૧૨/૦૭/૨૦૨૦ નાં રોજ તેમની તબિયતમાં સુધારો જણાતાં તેમને ફરી તારીખ ૧૩/૦૭/૨૦૨૦ નાં રોજ ડોકટરની સલાહ મુજબ આઇસોલેસન વોર્ડમાં શીફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનો તારીખ ૧૭/૦૭/૨૦૨૦ નાં રોજ ફરી કોવીડ-૧૯ ની તપાસ કરવામાં આવતા તેમનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. આમ તેમનો રીપોર્ટ નેગટીવ આવતા તેમજ તેમની તબિયતમાં સંપૂર્ણ સુધારા પર આવતા તેમને ૧૭/૦૭/૨૦૨૦ નાં રોજ રજા આપવામાં આવી હતી.
આમ કોવિડ -૧૯ જનરલ હોસ્પિટલ વ્યારાના ડોકટરો અને સ્ટાફ નર્સ તથા તાપી જિલ્લાના લાયઝન ઓફિસર ડોકટર જી.સી.પટેલ નાં સફળ પ્રયત્નોથી ઇંજેક્સન ટોસીલોઝુમેબ મળ્યું હતું. આમ સમયસર દર્દીને ઇંજેક્સન અને સારવાર મળતા કોરોના જેવી મહા બિમારીમાંથી સંપુર્ણ રીતે સ્વસ્થ થઈ જતા દર્દી શૈલેષભાઇ ગામીત અને તેમના પરિવારજનો દ્વારા ડોકટરો અને સ્ટાફ તથા સરકારશ્રીનો ખુબ જ આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other