માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિએ મામલતદારને આપેલું આવેદનપત્ર : તાલુકાનાં તરસાડી ગામે ચાલતી પીરામલ ગ્લાસ કંપનીને બંધ કરાવો : પચાસ કામદારો કોરોનામાં સપડાયા છે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં તરસાડી-કોસંબા વિસ્તારમાં પીરામલ ગ્લાસ નામની કંપની કાર્યરત છે, આ કંપનીમાં ત્રણ પાડીમાં આશરે પાંચ હજાર જેટલાં કામદારો કામ કરે છે, જેમાંથી મીટ ભાગનાં કર્મચારીઓ માંગરોળ અને હાંસોટ તાલુકાનાં ગામોમાં રહેતાં છે,કોરોનાની મહામારી શરૂ થઈ પછી આ કપનનીએ એક પ્લાન્ટ બંધ કર્યો છે બાકીનાં પ્લાન્ટ હાલમાં પણ કાર્યરત છે, કંપનીમાં ફરજ બજાવતાં કામદારોમાંથી અંદાજે પચાસ જેટલા કામદારો કોરોનાની લપેટમાં આવી ગયા છે, છતાં કંપની તરફથી તકેદારીના ભાગ રૂપે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી,સાથે જ જે કામદારો કોરોનાની લપેટમાં આવ્યા છે એ કામદારો જે ગામનાં છે એ ગામની પ્રજામાં ભય ઉભો થવા પામ્યો છે, આ કંપનીને હાલમાં બંધ કરી દેવામાં આવે, કંપનીની સાફસફાઈ કરી સેનેતાઇઝર કરવામાં આવે એવી માંગ સાથે માંગરોળ તાલુકા કૉંગ્રેસ સમિતિએ માંગરોળના ઇન ચાર્જ મામલતદારને ઉપરોક્ત વિગતો વાળું આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other