માંગરોળનાં નાની નરોલી ગામે તેમજ રતોલા ચોકડી ઉપર માસ્ક વગરનાં વાહન ચાલકોને પોલીસે દંડ ફટકાર્યો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા તા. ૨૧/૦૭/૨૦૨૦ ના રોજ સાંજના સમયે નાની નરોલી ગામે તેમજ રતોલા ચોકડી ઉપર અવર-જવર કરતા વાહન ચાલકો માસ્ક વિના જોવા મળતા તેઓને ૨૦૦ રૂપિયા લેખે ડંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં નાની નરોલી અને રતોલા ચોકડી ના મળી કુલ ૧૨ લોકોને ૨૦૦ રૂપિયા લેખે ડંડનીય કાર્યવાહી કરી માસ્ક વિના બહાર નીકળવું નહીં તેવી સુચના આપવામાં આવી હતી. COVID-19 જે કોરોનાની મહામારી છે તે પહેલાં સુરત શહેર જોવા મળી રહી હતી જ્યારે આજે આ મહામારી ધીરે ધીરે ગામડા લેવલે પણ પ્રસરી રહી છે જેના કારણે માંગરોળ પોલીસે લોકોને આ માહામારીથી બચાવ કરવા માટે ગામડા લેવલે પણ દંડની કાર્યવાહી કરવાનું ચાલુ કરી દીધું છે.