૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ : ૧૨૦ કર્મચારીઓ રજા લીધા વિના ૨૪ કલાક ફરજ બજાવી રહયા છે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ ઈમરજન્સી ટીમના ૧૨૦ કર્મયોગીઓ ૨૪ કલાક ફરજ પર તૈનાત છે. કોરોના દર્દીઓને સારવાર માટે કોવિડ-૧૯ હોસ્પિટલમાં લઇ આવવાની કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યાં છે. સામાન્ય જનતા માટે કોઈ પણ ઈમરજન્સીમાં મેડિકલ સેવા પૂરી પાડતા ૧૦૮ના કર્મચારીઓ કોરોના સામેના જંગમાં સાચા અર્થમાં કોરોના વોરિયર્સ યોદ્ધા સાબિત થયાં છે. સુરત ૧૦૮ના હેડ રોશનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ‘સુરતમાં કોરોના સંક્રમણના પ્રારંભથી જ અમારી ૧૦૮ ઈમરજન્સી સેવાના ૧૨૦ કર્મીઓએ આજ સુધી એક પણ દિવસની રજા લીધી નથી. ૨૪ કલાક પોતાની ફરજ બજાવી રહયા છે.  કુલ ૨૮ એમ્બ્યુલન્સ છે, જેમાંથી ૧૫ એમ્બ્યુલન્સ કોવિડ-૧૯ ની સેવામાં તૈનાત છે. શરૂઆતમાં કોરોના દર્દીને લાવવા લઈ જવામાં સ્ટાફના સભ્યોને ડર જરૂર લાગતો હતો, પરંતુ કોઈ પણ વિકટ સ્થિતિમાં ફરજને પ્રાધાન્ય આપવું એ અમારી ફરજ છે. કર્મચારીઓ પી.પી.ઈ. કીટ પહેરવા સાથે તમામ સલામતીના પગલાંઓને અનુસરી કોરોના દર્દીને લેવા સુરતના વિવિધ વિસ્તારમાં પહોંચે છે અને વિના વિલંબે દર્દીને હોસ્પિટલાઇઝ કરે છે. ૧૦૮ના પાયલોટ કલ્પેશ રબારીએ જણાવ્યું હતુ કે ‘અમને કોરોના પોઝિટિવ દર્દીઓને તેમના ઘરેથી સિવિલ હોસ્પિટલમાં લાવવાની કામગીરી સોંપવામાં આવી છે. ૧૦૮ની ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન રાધિકાબેન ઝાલાને પરિવાર પછી, પ્રથમ દર્દી છે. તેઓ જણાવે છે કે, ‘‘હું મૂળ સૌરાષ્ટ્રની વતની છું, અને મારો પરિવાર નવસારી રહે છે.અમે દર્દીના ઘરે તેમને લેવા જઈએ છીએ ત્યારે પરિવાર ઊંડી ચિંતામાં ડૂબેલો હોય છે, આવી સ્થિતિમાં એમને સધિયારો અને આશ્વાસન આપીને ચિંતા ન કરવા જણાવીએ છીએ.૧૦૮ના ફિલિટ પાયલોટ જિજ્ઞેશભાઈ રોહિત જણાવે છે કે, હું કોવિડ-૧૯ માટે ઉપયોગમાં લેવાતી ૧૦૮ એમ્બ્યુલન્સમાં સેનેટાઈઝેશન અને મેન્ટેનન્સનું કામ કરું છું. કોરોના દર્દીને સિવિલમાં લાવ્યાં બાદ એમ્બ્યુલન્સને ખુબ જ કાળજીપૂર્વક સેનિટાઈઝેશન કરૂં છું. ઇમરજન્સી ૧૦૮ની એમ્બ્યુલન્સ સાથે સ્ટાફની સેવા હાલની કોરોના મહામારીમાં ખૂબ જ વધી છે. તેમ છતાં કર્મને જ સેવા માની પોતાની મુશ્કેલીઅને નજર અંદાજ કરી દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે પુર્ણતઃ યોગદાન આપી રહયા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *