માંગરોળ : વેલાવી ગામે વહીવટીતંત્ર તરફથી સરકારી હોસ્ટેલમાં ઉભા કરાયેલ હોમકોરોન્ટાઈન સેન્ટરમાં હાલમાં સરેરાશ ૧૦૦ જેટલાં વિદેશીઓને ઍરપોર્ટ ઉપરથી મોકલવામાં આવે છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાંની મહામારી ઉભી થવા પામી છે, આ સમય દરમિયાન વિવિધ ઍરપોર્ટ ઉપર ગુજરાત રાજ્યમાં રહેતાં કોઈ નાગરિક આવે તો એમને સુરત જિલ્લાના મંગરોળ તાલુકાનાં વેલાવી (વાંકલ) ગામે આવેલી અને રાજ્ય સરકારનાં આદિજાતિ વિભાગ તરફથી જેનું સંચાલન થાય છે એ હોસ્ટેલમાં સરકાર તરફથી વિદેશથી આવતાં ગુજરાતના નાગરિકો માટે હોમકોરોન્ટાઈન સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે, જેમાં સરેરાશ ૧૦૦ જેટલાં વિદેશથી આવતાં લોકોને સાત દિવસ સુધી રાખવામાં આવે છે. હોસ્ટેલનાં એક રૂમમાં માત્ર ચાર લોકોને જ રાખવામાં આવે છે. આ લોકોની દરરોજ મેડીકલ ટીમ ચકાસણી કરે છે, સરકાર તરફથી સવારે નાસ્તો, બોપોરે અને સાંજે જમવાનું અને સાંજે ચા આપવામાં આવે છે. હોસ્ટેલનાં કીચનમાં મહીલા સ્વબચાવ જૂથની મહિલાઓ ભોજન બનાવે છે. આ હોસ્ટેલ ખાતે માંગરોળ તાલુકા પંચાયતનાં તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલ તરફથી સતત મુલાકાત લઈ આવેલાં લોકોને મળીને હોસ્ટેલમાં સરકાર તરફથી જે સુવિધા ઉભી કરવામાં આવી છે એ અંગે પૂછવામાં આવે છે. સાથે જ ભોજન કેવું બને છે એનું પણ તાલુકા વિકાસ અધિકારી મોનીટરીંગ કરે છે. તાલુકા પંચાયતના અન્ય અધિકારીઓ પણ મુલાકાત લઈ દેખરેખ રાખી રહ્યા છે. ભોજનમાં બે શાક, રોટી, ફરસાણ, દાળ અને ચાવલ, કચુંબર, કોઈ વાર સ્વીટ ડિસ પણ આપવામાં આવે છે. જેનાંથી સંપુર્ણ સંતોષ વિદેશથી આવતા લોકોએ વ્યક્ત કર્યો છે. આ આયોજન માંગરોળના તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલને આભારી છે.