માંગરોળ : મોસાલી ગામે એક ૫૦ વર્ષીય પુરૂષનો કોરોનાં નો રીપોર્ટ પોઝીટીવ આવતાં એ વિસ્તારને હોમકોરોન્ટાઈન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત શહેર અને જિલ્લામાં કોરોનાંનાં કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે,જિલ્લાના માંગરોળ તાલુકામાં ગત જૂન માસની આજની તારીખે જે કેસો નોંધાયા હતા એની સામે જુલાઈ માસમાં આ કેસો બમણા થઈ જવા પામ્યા છે,તાલુકા મથક માંગરોળ કોરોનાની લપેટમાં આવ્યાબાદ હવે તાલુકાનું મોસાલી ગામ પણ કોરોનાની લપેટમાં આવી ગયું છે, મોસાલીના મસ્જિદ ફળિયામાં રહેતાં એક અંદાજે ૫૦ વર્ષીય પુરૂષનો કોરોનાં વાઇરસનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તાલુકાનું આરોગ્યખાતું દોડતું થઈ જવા પામ્યું છે, સાથે જ ભોગ બનનાર પુરુષને સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ વહીવટીતંત્ર એ મસ્જિદ ફળિયાના વિસ્તારને હોમકોરોન્ટાઈન વિસ્તાર જાહેર કરી પ્રવેશ માર્ગ ઉપર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, જ્યારે આરોગ્ય વિભાગની ટીમો તરફથી આ વિસ્તારમાં રહેતાં લોકોનાં ઘેર ઘેર જઈ સર્વની કામગીરી હાથ ધરી છે.