સુરતના ત્રણ ભુલકાંઓએ કોરોનાને મ્હાત આપી : ‘સિવિલના ડોકટરોએ સારવાર સાથે બાળકોના ભોજનની પણ પુરતી કાળજી રાખીને સ્વસ્થ કર્યા છે.’ : માતા લલિતાબેન
(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ) : વૈશ્વિક કોવિડ-૧૯ મહામારીમાં ભુલકાંઓ, આબાલ-વૃદ્વ સૌ કોરોનાની ઝપેટમાં આવ્યા. સુરત સિવિલ હોસ્પિટલમાં નાનાં ભૂલકાઓએ કોરોનાને મ્હાત આપી છે, કોરોના મહામારી વચ્ચે આરોગ્ય સ્ટાફ જીજાન લગાવીને કોરોના દર્દીઓની સેવા કરી પોતાની ફરજને સુપેરે બજાવીરહ્યા છે.નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં ત્રણ વર્ષનું બાળક અને એક જ પરિવારની આઠ અને બાર વર્ષની દિકરીએ ૧૦ દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી સપૂર્ણ સ્વસ્થ થયા છે. કોરોનાથી સ્વસ્થ થયેલાં સાયણના ત્રણ વર્ષના નંદુગોપાલ દલપતિ, કસબા ગામની બાર વર્ષની નેવી અને નવ વર્ષની દિકરી સાક્ષીનો સમાવેશ થાય છે.નદુ ગોપાલની માતા લલિતાબેન પરમારે જણાવ્યું કે ડોકટરોએ સારવાર ની સાથે ભોજનની પણ કાળજી રાખી છે.નવી
સિવિલના રેસિડેન્ટ ડો.મલ્હાર બાંભોલિયાએ જણાવ્યું હતું કે, તમામ કોરોના દર્દીઓની સારવાર કરવી અને તેમને સ્વસ્થ કરવા એ અમારી પ્રાથમિકફરજ છે. સતત આઠ કલાક પી.પી.ઈ. કીટ પહેરીને સેવા આપી રહ્યાં છીએ. તેમને સ્વસ્થ બનાવવવામાં અમે માત્ર નિમિત્ત બન્યા છીએ.