સુરત : જિલ્લાના માંગરોળ, ઉમરપાડા, માંડવી,મહુવા,બારડોલી તાલુકાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું હોય, પ્રાંત અધિકારીનો પ્રજાને સંદેશો
( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા કેટલાંક દિવસોથી સુરત શહેર સહીત, જિલ્લાનાં માંગરોળ, ઉમરપાડા, માંડવી,મહૂવા,બારડોલી સહીતનાં તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં દિવસે દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,ત્યારે હાલમાં ઉપરોક્ત પાંચ તાલુકાઓનો વહીવટ સંભાળતા પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર વિજયભાઈ રબારીએ આ પાંચ તાલુકાઓની પ્રજાને ઓડિયો કલીપ મારફતે એક સંદેશો આપ્યો છે. એમણે કહ્યું છે કે કામ સિવાય બહાર જવાનું બંધ કરો, સરકાર, વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એનો અમલ કરો, વેપારીઓ બજારનો સમય સવારે ૭ થી બોપોરે ૧ વાગ્યા સુધીનો રાખે, માસ્ક, સેનેતાઇઝર અને હાથ મોજાનો ઉપયોગ કરવામાં આવે, ઘેર ઘેર ફરતી આરોગ્ય વિભાગની ટીમોને સહકાર આપવામાં આવે, માથું દુખતું હોય, તાવ આવતો હોય, શરદી જેવું લાગતું હોય તો નજીકનાં સરકારી દવાખાને જઇ ચેક કરવો વગેરે સૂચનાઓનો અમલ કરવા અનુરોધ કર્યો છે.