તાપી ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા દસ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;બુધવાર:- સમગ્ર વિશ્વમા ચાલી રહેલી કોરોના કોવિડ-૧૯ વાઇરસની મહામારી અંતર્ગત તાપી જીલ્લા કલેકટર આર.જે હાલાણીના માર્ગદર્શન હેઠળ આજે વ્યારા સ્થિત ઉનાઇ નાક, જુના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડ તથા જનક હોસ્પિટલ, ત્રણ રસ્તા પાસે તેમજ સોનગઢ ખાતે ઓટા ચાર રસ્તા પર તાપી ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા તાપી જીલ્લાના રેતી તેમજ બ્લેકટ્રેપ ખનિજના કવોરી લીઝ ધારકોના સહયોગથી ખાણ ખનિજ વિભાગના સંકલમાં રહી જે લોકો માસ્ક પહેર્યા વગર નીકળેલા હોય તેઓને ઉભા રાખી દસ હજાર માસ્કનું વિતરણ રસ્તે જતા લોકોને કરવામાં આવ્યુ હતુ. આ સાથે મહામારીમાં માસ્કની અગત્યતા પણ જાહેર જનતાને સમજાવવામાં આવી હતી.
આ કાર્યક્ર્મમાં ભુસ્તરશાસ્ત્રી તેમજ તેમનો સ્ટાફ તથા લીઝ ધારકો સર્વ શ્રી રીતેશ ઉપાધ્યાય, શ્રી સ્મિત શાહ, શ્રી પીનલ શાહ, શ્રી મિલીન શાહ, શ્રી ઇમરાન મલેક, શ્રી અનિલ તિવારી,શ્રી જીતુભાઇ ગામીત, શ્રી મૃણાલ જોષી, શ્રી અસફાક, શ્રી મિલીન અગ્રવાલ, શ્રી ભાવેશ કલસરીયા તથા અન્યોએ માસ્ક વિતરણ કર્યુ હતુ. …….