તાપીમાં કોરોના મહામારી વચ્ચે મ.પ.હે.વ.ની ખાલી જગ્યામાં કોઈ કામગીરી નહિ કરવા અરોગ્ય મંડળનો આદેશ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ઘણા લાંબા સમયથી આઉટ સોર્સીગ મ.પ.હે.વ.ની ભરતી બાબતે મંડળ જિલ્લા કક્ષાએ રજુઆત કરતા આવ્યા હોવા છતાં રાજય સરકારની સુચનાઓની અવગણના કરી કોરોનાના કહેર વચ્ચે ખાલી જગ્યાઓ ના ભરાતા આખરે જે તે સબસેન્ટરની ૪૫ ખાલી જગ્યાનો ચાર્જ છોડી દેવા વિધિવત આદેશ થતા તા . ૧૩ / ૦૭ / ૨૦૨૦ થી મ.પ.હે.વ. ૪૫ ખાલી જગ્યાઓનો ચાર્જનો બહિષ્કાર કરી આરોગ્ય વિષયક યોજના , કાર્યક્રમો અને સર્વેલન્સ ઠપ્પ થઈ જવાથી જિલ્લાની દોઢ લાખ જેટલી આમ પ્રજા આરોગ્ય સેવાથી વંચિત રહેવાની ભીતી પેદા થઈ છે .
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘ તથા તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા કોરોના વાયરસના પેમીક રોગચાળાને નાથવા મેન પાવરની ઉપલબ્ધી હાલની સ્થિતિમાં અત્યંત જરૂરિયાત સાથે સહમત થઈ ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘની તા . ૧૧ / ૪ / ૨૦૨૦ ની રજુઆત ધ્યાને લઈ તા . ૦૧ / ૦૬ / ૨૦૨૦ થી અધિકનિયામક આરોગ્યએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સરકાર માન્ય એજન્સી દ્વારા કલેકટરશ્રીના પરામર્શમાં રહી સત્વરે કાર્યવાહી કરવા જણાવેલ અને આઉટ સોર્સ એન્જસી ન હોય તો અન્ય ભરતી પ્રક્રિયા અનુસરીને કલેકટરશ્રીના માર્ગદર્શનમાં રહી ભરતી કરવા જણાવેલ છે . તેમ છતાં કોઈ કાર્યવાહી થયેલ ન હોય ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળે ૪૫ સબસન્ટરોની ખાલી જગ્યાનો હવાલો છોડી દેવા આદેશ જારી કરાતા કોરોનાની મહામારીના કપરા સમયે દોઢ લાખ જેટલી વસ્તી સર્વેલન્સ , મોનીટરીંગ રીપોટીંગની કામગીરી ખોરવાઈ જશે . આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચેરી દ્વારા તાપી જિલ્લાની ખાલી જગ્યાઓ ભરવાના બદલે મંડળની રજુઆતના સંદર્ભે તા . ૦૭ / ૦૭ / ૨૦૨૦ ના રોજ લેખિત જવાબ આપી કોરોના સમયમાં કોઈ બઢતી નહિ કરવા અને અન્ય પ્રશ્નો બાબતે હાલ કાર્યવાહી ચાલુ છે તેવા ઉડાઉ જવાબ આપી જવાબદારીમાંથી છટકી જવા પ્રયત્ન કર્યા હોય પ્રશ્નોના નિકાલ ના બદલે અવઢવની સ્થિતિ પેદા કરાતા જવાબદાર અધિકારી કર્મચારીઓએ જિલ્લાના ઉપલા અધિકારીઓને ગરમાર્ગે દોરેલ છે તેમની સામે તાકીદે પગલા ભરવા માંગણી કરે છે . જો આ બાબતે ૪૫ મ.પ.હે.વ. તથા લીવરીઝર્વ ફિ.હે.વ.ની ૩૮ જગ્યા તાકીદે ભરતી તથા બઢતી ના થાય તો જિલ્લાની સંપૂર્ણ આરોગ્ય સેવાઓ બંધ કરવા આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે તેમ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત , સંજીવ પટેલ , મુખ્ય કન્વીનર રિબેકાબેન એ એક અખબારી યાદીમાં જણાવેલ છે .