આજે બનેલો બનાવ : ટી.સી.પાસે કરંટ લાગતાં ગંભીર રીતે દાઝી જતાં યુવકને સુરત ખસેડાયો

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકનાં ઝંખવાવ ગામે ચારરસ્તા નજીક આવેલી દુકાનોનાં પાછળ નાં ભાગે ડી.જી.વી.સી.એલ.નું ટી.સી.મુકવામાં આવેલું છે, આ ટી.સી. પાસે આજે તારીખ ૭ મી જુલાઈના રોજ , નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં મકવાણા ગામનો ૨૩ વર્ષીય યુવક ગયો હતો, યુવકને આ ટી.સી.પાસે કરંટ લાગતાં એક તબક્કે યુવક ભળ ભળ સળગી જવા પામ્યો હતો , આ સમયે ટી.સી.માં ધડાકા થતાં આસપાસનાં લોકો ટી.સી.પાસે દોડી ગયા હતા ,જ્યાં આ યુવક જમીન ઉપર પડી ગયો હતો, લોકોએ એને બહાર કાઢી, ઝંખવાવ ખાતે આવેલ સરકારી રેફરેલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરતની સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે,આ યુવક ઝંખવાવ શા માટે આવ્યો હતો, કોને ત્યાં આવ્યો હતો એ માહીતી પ્રાપ્ત થઈ નથી.