સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ દ્વારા તાપી જીલ્લાનું અલગ દૂધ ઉત્પાદક સંઘ બનાવવા માંગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુમુલ સંઘર્ષ સમન્વય સમિતિ દ્વારા ડોલવણ મામલતદારને આવેદનપત્ર આપી નીચે મુજબ માંગો કરી છે તથા માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં ન આવે તો કોવિડ -19 જેવી વૈશ્વિક મહામારીમાં પણ અમો આદિવાસી સભાસદોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચિમકી ઉચ્ચારી છે. આવેદનમાં નીચે મુજબનાં મુદ્દે વિવિધ માંગણી કરવામાં આવી છે.
અનુસુચિ વિસ્તારનાં 244 ( 1 ) આદિવાસી વિસ્તારનાં રહિશોતથા સૌ સુમુલના સભાસદોની માંગણી નીચે મુજબ છે . 1 ) સુમુલનાં ચેરમેન તાત્કાલિક રાજીનામું આપે. કારણ કે વર્તમાન સમયમાં સુમુલનાં ચેરમેનની અણઆવડતને કારણે સુમુલનું દેવું 1200 કરોડ રૂપિયા કરી નાંખવામાં આવ્યું . 2 ) તાપી જિલ્લાનું અલગ દુધ ઉત્તપાદક સંઘ આપવામાં આવે કારણ કે ગુજરાતના દરેક જિલ્લાનું પોતાનું સંધ હોવું જોઇએ એવો રાજ્ય સરકારનો પરીપત્ર છે . 3 ) સુમુલનાં ડીરેકટરની ચુંટણી તાલુકા પ્રમાણે નહિ પરંતુ દુધ ઉત્તપાદક મંડળીઓની સંખ્યાનાં આધારે કરવામાં આવે. 4 ) સુમુલનાં 85 % સભાસદો આદિવાસી હોય તેમજ પાંચમી અનુસુચિ વિસ્તાર હોય સુમુલનાં ચેરમેન તરીકે આદિવાસી માટે ચેરમેનની સીટ અનામત રાખવામાં આવે 5 ) સુમુલના ચેરમેને તારા સુમુલ દુધ ઉત્તપાદક સંઘના કાર્ય વિરતાર બહાર લોન આપવામાં આવેલ છે, જેનું વ્યાજ ગરીબ આદિવાસી ઓનાં દુધમાં થી યુકવવામાં આવી રહ્યું છે જેને સદતંર બંધ કરવામાં આવે. 6 ) સુમુલ દ્વારા દુધ સિવાય બીજી અન્ય ચીજવસ્તુઓ ઉત્તપાદન કરવામાં આવે છે જેને બંધ કરવામાં આવે. અને નવાં કોઇપણ પ્રકારનાં એકમો શરૂ કરવા નહી , જેથી કરીને સભાસદો પર કોઇપણ પ્રકારનો આર્થિક ભારણ ના પડે . 7 ) સુમુલ દાણ સુમુલનાં સભાસદોને પડતર ભાવે આપવામાં આવે. 8 ) સુમુલ દ્વારા દુધનું વળતર સુમુલ જે ભાવથી દુધ બજારમાં વેચે છે તે જ ભાવ સભાસદોને ચુકવવામાં આવે. ઉપરની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં ન આવે તો કોવિડ -19 જેવી વૈશ્વિક મહામારીમાં પણ અમો આદિવાસી સભાસદોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.