માંગરોળ : વરસાદને પગલે જિલ્લાના ખેડૂતોમાં પ્રસરેલી આનંદની લહેર
(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ ) : માંગરોળ સહીત જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે બીજા દિવસે પર સવારથી વરસાદ શરૂ થયો છે, વરસાદ શરૂ થતાંજ વાતાવરણમાં ઠડક પ્રસરી જવા પામી છે, ચાર દિવસો બાદ ગઈકાલ થી વરસાદ શરૂ થતાં પ્રજાજનો, પશુઓ અને પક્ષીઓ ગરમીથી અકળાય ઉઠ્યા હતા, આ સૌએ રાહત અનુભવી છે,તો બીજી તરફ વરસાદ ન પડતાં વાવેતર નિષ્ફળ જવાની ભીતી ઉભી થવા પામી હતી, પરંતુ બે દિવસથી વરસાદ પડતાં ખેડૂતો પણ ગેલમાં આવી ગયા છે,કેમ કે જે પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તે હવે નિષ્ફળ નહીં જાય આમ લાંબા સમયનાં વિરામબાદ તાલુકા મથક માંગરોળ સહીત જિલ્લાના ઉમરપાડા, કામરેજ,ઓલપાડ વિસ્તારનાં ગામોમાં બે દિવસથી વરસાદ પડતાં પ્રજાજનોમાં આનંદની લહેર પ્રસરી છે.જ્યારે વરસાદને પગલે ઓલપાડમાં વિજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો છે.