કોવિડ-૧૯ માટે ડો. કિશોર દુધાતે પ્લાઝમા ડોનેટ કરી પ્રથમ પ્લાઝમાં ડોનર બન્યા : આજે બે વ્યક્તિઓના પ્લાઝમા ડોનેટ લેવામાં આવ્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખાતે પ્લાઝમા બ્લડબેંકની સ્થાપના કરવામાં આવી હતી. બ્લડબેંક ખાતે કોવિડ-૧૯ માંથી સારા થયેલા દર્દીઓ પાસે થી પ્લાઝમા ડોનેશન સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. આપણા પ્રથમ કોવિડ-૧૯ માટેનાં પ્લાઝમા ડોનર શ્રી ડો.કિશોર દુધાત કે જેઓ પોતે પણ હાડકાનાં રોગોનાં નિષ્ણાંત છે તેમના દ્વારા કરવામાં આવી હતી. એક પ્લાનમાં વ્યક્તિએ પણ પોતાનુ બ્લડ ડોનેટ કર્યુ હતું. આવી રીતે કોવિડ-૧૯ માંથી સાજા થયેલા દર્દીઓનું પ્લાઝમા જો બીજા કોવિડ-૧૯નાં દર્દીઓને આપવામાં આવે તો તેમને ઝડપથી સારા થવામાં ખુબજ મદદરૂપ થઈ શકે છે. અદ્યતન મશીન મારફતે કોવિડના સાજાં થયેલાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ડોનરનું એન્ટી બોડી સ્ક્રિનિંગ ટેસ્ટ પણ કરવામાં આવે છે. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. આ પ્લાઝમામાં કોરોના વાયરસ સામેની એન્ટીબોડી હોય છે. કોવિડ-૧૯ના ઈન્ફેક્શનમાંથી સાજા થઈ ગયેલા દર્દીઓના પ્લાઝમામાં રોગપ્રતિકારક એન્ટીબોડી હોવાની શક્યતા હોય છે. સાજા થયેલાં દર્દીના પ્લાઝમાને “કન્વેર્લિસેન્ટ પ્લાઝમા” કહેવાય છે જે કોરોનાના દર્દીને આપવાથી દર્દી સાજો થવાની શક્યતા વધી જાય છે. આ પ્રકારના દર્દીઓ માટે વિશેષ રીતે પ્લાઝમા બેન્ક શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે સ્મીમેર મેડીકલ કોલેજનાં ડીન ડો.બસલ હાજર રહયા હતા. પ્રથમ પ્લાઝમા ડોનર ડો.દુધાત નું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બ્લડબેંક દ્વારા તમામ જરૂરી તૈયારીઓ ડો. અંકિતા શાહ, ડો.દિમેન ભુવા તેમજ બ્લડબેંકનાં અન્ય સ્ટાફની અથાક મહેનતને આભારી છે.