કોરોનાં વાઇરસની મહામારીને પગલે મોટામિયાં બાવાની દરગાહના ગાદીપતિએ અગાઉથી જ જાહેરાત કરી હતી કે પોતે હાજર રહી શકશે નહીં
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે ગુરૂપૂર્ણિમાં નો તહેવાર છે,પરંતુ ચાલુ વર્ષે કોરોનાંની મહામારીને પગલે કોઈ મોટા કાર્યક્રમો યોજવામાં આવનાર નથી, પરંતુ માત્ર ગુરૂપૂજન અને દર્શનનાં જ કાર્યક્રમો થનાર છે,જે કાર્યક્રમો યોજાશે તે પણ તદ્દન સાદગીથી અને સોશિયલ ડિસ્ટરન્સ જાળવીને કરવામાં આવી રહ્યા છે,ગુરૂ વદનાંનો પરમ પાવન દિન ગુરૂપૂર્ણિમાં છે.જેમાં ગુરુનું મહત્વ સવિશેષ છે તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની એતિહાસિક કોમી એકતાના દર્શન કરાવતી મોટામિયાં બાવાની દરગાહ આવેલી છે, આ દરગાહ ખાતે દર વર્ષે ગુરૂપૂર્ણિમાં નાં દિવસે આ ગાદીના ગાદીપતિ પીર સલીમુદીન ચિસ્તીના સુપુત્ર અને આ ગાદીના ઉતારાધિકારી ડો.પીર મટાઉદીન ચિસ્તી હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવે છે, પરંતુ આ વર્ષે કોરોનાં ની મહામારી ને પગલે કાર્યક્રમ રદ કર્યા હતો સાથે પાલેજ ખાતેનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે, પરંતુ માંગરોળ ખાતે આજે વહેલી સવાથી જ અનેક લોકો મોટામિયાં બાવાની દરગાહ ખાતે દર્શન કરવા આવી પોહચ્યા હતા અને આ લોકોએ શ્રીફળ , પુષ્પો દરગાહના મકબરામાં જે કબરો આવેલી છે એના ઉપર ચઢાવી દર્શન કર્યા હતા