સોનગઢનાં માંડળ ગામના ટોલનાકા પાસેથી 12 લાખનો વિદેશી દારુ ઝડપાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢનાં માંડલ ગામના ટોલનાકા પાસેથી રૂ .11.82 લાખના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે આઇસર ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આવી છે . જ્યારે એક જણાને વોન્ટેડ જાહેર કર્યો છે .
ઓપરેશન ગૃપ – સુરતના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોડીરાત્રે સોનગઢ તાલુકાના માંડળ ગામના ટોલનાકા પાસેથી ચોરવાડ ગામ નજીક નેશનલ હાઇવે માર્ગ પરથી આઇસર ટેમ્પોમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, તપાસ દરમિયાન આઇસર ટેમ્પો નંબર RJ- 10-GA / 9983 માંથી વિદેશી દારૂની બાટલી નંગ 2364 મળી આવી હતી . આ બનાવમાં ટેમ્પો ચાલક કિશનલાલ બિયારામ બિશનોઇ રહેવાસી જાખલ તા.સાંચોર જી.ઝાલોર ( રાજસ્થાન )ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આઇસર ટેમ્પોના માલીક મંગલારામ મારવાડી રહે. ચોરાગામ તા.સાંચોર જી.ઝાલોર ( રાજસ્થાન ) નાએ હિસ્સાર ( હરિયાણા ) ખાતેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરાવી કિશનલાલ બિશનોઈને ટેમ્પો સોંપ્યો હતો અને ગુજરાત ખાતે સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તાથી આગળ જઇ ફોન કરવાનું કહી રવાના કરેલ હતૉ, જોકે ઓપરેશન ગ્રુપ – સુરતના સ્ટાફે માંડળ ગામના ટોલનાકા પાસેથી આઇસર ટેમ્પો ઝડપી પાડી દારૂનો જથ્થો કિ. રુ 11.82 લાખ તથા આઇસર ટેમ્પોની કિ.રુ. 10 લાખ તેમજ આરોપી પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોન કિ.રુ 1000 મળી કુલ 21.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પોના ચાલક સામે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી મંગલારામ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો છે.