મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :    મુખ્યમંત્રી એ  કહ્યું કે છેલ્લાં થોડા દિવસથી સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધતાં સરકારે વધુ સઘન વ્યવસ્થાઓ ગોઠવીને આરોગ્ય અગ્રસચિવ સહિતના ચાર જેટલા વરિષ્ઠ સચિવોને સુરત કેમ્પ કરી સ્થિતિ નિયંત્રણના પ્રયાસો કર્યાં છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર રોજેરોજ સાંજે વિડીયો કોન્ફરન્સ યોજીને સુરતની કોરોના સંક્રમણ સ્થિતિની માહિતી મેળવે છે અને વિશ્લેષણ કરી યોગ્ય દિશા નિર્દેશો પણ આપે છે.             સુરત પહોંચીને સુરતમાં જિલ્લા અને શહેર વહિવટીતંત્રના અધિકારીઓ, આરોગ્ય સેવાના તબીબો, IMA પ્રતિનિધિ તબીબો અને જિલ્લાના સાંસદ-ધારાસભ્યો સાથે અલગ અલગ વિસ્તૃત બેઠક યોજી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી એમણે કહ્યું કે સુરત શહેરમાં નિર્માણાધિન ૮૦૦ બેડની કિડની હોસ્પિટલ અને ૬૦૦ બેડની સ્ટેમસેલ હોસ્પિટલને ઝડપથી કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવા રૂ. ૧૦૦ કરોડ રાજ્ય સરકાર આપશે. Bસ્ટેમસેલ હોસ્પિટલ આગામી ૮ થી ૧૦ દિવસમાં અને કિડની હોસ્પિટલ ૧ મહિનામાં ઝડપથી કાર્યરત થઈ જાય તે માટેની આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવા તંત્રવાહકોને સૂચનાઓ આપી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતુ સુરત માટે વધારાના ૨૦૦ વેન્ટિલેટર  રવિવાર સુધીમાં સુરત પહોંચી જશે શહેરમાં ૧૪૫થી વધુ અને ગ્રામીણ વિસ્તારમાં  ૩૦ ધન્વંતરિ રથ દ્વારા ૫૦૦ થી વધુ સ્થાનોએ નિયમિત કેમ્પ  કરવામાં આવશે, હવે આ સંક્રમણ વધે નહીં તે માટેની તકેદારી સરકાર અને નાગરિકોએ વિશેષરૂપે રાખવી પડશે, આ બેઠકોમાં, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ની સુરત મુલાકાતમાં આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કુમાર કાનાણી,  મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ, સચિવ  મિલિંદ તોરવણે અને સુરતનાં  મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટ, જિલ્લા કલેકટર ધવલ પટેલ, ડી.ડી.ઓ હિતેશ કોયા સહિત સ્થાનિક પ્રશાસનિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other