સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે બંધારણ દિવસની ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬. આજે તા. 26 નવેમ્બર 26ના રોજ, બંધારણ દિવસની ઉજવણીના ભાગરૂપે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ભારતીય બંધારણના મહત્ત્વ, લોકશાહી મૂલ્યો, નાગરિક અધિકારો અને મૂળભૂત ફરજો અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ભારતીય બંધારણના સન્માન અને તેના મૂલ્યોનું પાલન કરવાની શપથ લીધી હતી.
આ રીતે કેન્દ્ર ખાતે ઉત્સાહપૂર્વક અને ગૌરવભેર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
○○○
