તાપી જિલ્લાના તમામ હોટેલ, ગેસ્ટહાઉસ અને ધર્મશાળાઓમાં ‘પથિક’ સોફ્ટવેરના ફરજિયાત ઉપયોગ અંગેનું જાહેરનામુ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૬ – તાપી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ હોટેલ-ગેસ્ટહાઉસ, ધર્મશાળા અને મુસાફરખાનાના માલિકોએ રહેઠાણ માટે રોકાણ કરનાર ગ્રાહકોની એન્ટ્રી કરવા માટે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સહિતનું એક કોમ્પ્યુટર ઇન્સ્ટોલ કરવાનું રહેશે.
આ કોમ્પ્યુટરમાં ગુજરાત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ‘પથિક’ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું રહેશે તેમજ મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ પણ આ પથિક સોફ્ટવેરમાં ફરજિયાતપણે ઓનલાઈન કરવાની રહેશે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર.બોરડ દ્વારા પ્રસિદ્ધ થયેલા જાહેરનામાની અલવારી તા. ૩૦/૧૧/૨૦૨૬ થી તા. ૨૮/૦૧/૨૦૨૭ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
○○○
