માંગરોળ સબ રજીસ્ટર્ડ કચેરી સિવાયની તમામ કચેરીઓની કામગીરી બંધ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી કાર્યરત છે, આ કચેરીમાં વિવિધ વિભાગો કાર્યરત છે.આ કચેરીનાં ઇ-ધરા વિભાગમાં ફરજ બજાવતાં એક પુરૂષ કર્મચારીનો બે દિવસ પહેલાં કોરોનાંનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આજે પુરવઠા વિભાગમાં ફરજ બજાવતાં એક પુરૂષ કર્મચારીનો રીપોર્ટ પોઝીટીવ આવતાં મામલતદાર કચેરીનાં સ્ટાફમાં ભય ઉભો થવા પામ્યો છે, જેને પગલે કચેરીની તમામ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે, જ્યારે સબરજીસ્ટર્ડ કચેરીનાં અધિકારીને મામલતદારે કચેરી બંધ રાખવા સૂચના આપી પરંતુ સબરજીસ્ટરડે લેખિતમાં માંગ કરતાં લેખિતમાં લખાણ ન મળતાં આ કચેરી ચાલુ રખાતા મામલતદાર કચેરીનાં સ્ટાફ અને પ્રજાજનોમાં ભય ઉભો થવા પામ્યો છે, જો કે અરજદારોને મામલતદાર કચેરીમાં ન આવવા જણાવાયું છે, જો કે આજે આખી કચેરી સુમસામ નજરે પડતી હતી, જ્યારે માંગરોળ ખાતે જૂની કોર્ટ વિસ્તારમાં રહેતાં એક પુરૂષ નો કોરોનાં નો રીપોર્ટ પોઝીટીવ આવતાં માંગરોળ ગામની પ્રજામાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આજે વેરાકુઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી મામલતદાર કચેરીનાં સ્ટાફને ઉકાળો અને ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે.તથા આખી કચેરીને સેનેતાઇઝર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.