ઉકાઈનાં જમાપુર ખાતે આદિમજુથ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. ગત તા. 23 નવેમ્બર 2026ના રોજ ઉકાઈ તાલુકાનાં જમાપુર ગામ ખાતે આદિમજુથ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આદિમજુથ યુવા આગેવાનો, આદિમજુથ જુથ આગેવાનો અને એકશન એઈડ સંસ્થના સહયોગથી કરાયું હતું. આ આદિમજુથ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉકાઈ, સોનગઢ, વ્યારા અને ડોલવણ તાલુકાનાં 12 ગામોનાં આદિમજુથ યુવાઓની ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદેશ્ય આદિમજુથ યુવાઓને પ્રોત્સાહિત કરવાનો હતો.
ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે સાથે લિંગ આધારિત હિંસા વિરુદ્ધ અભિયાન અંતર્ગત સંસ્થા અને તાપી જિલ્લાના મહિલા બાળ વિકાસ વિભાગ, તાપી જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, કાનૂની સેવા સત્તા મંડળ, અને વિવિધ લક્ષી કલ્યાણ વિભાગના અધિકારીઓએ હાજર રહી વિભાગની કામગીરીઓ વિશે અને બાળ વિવાહ નાબુદી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભારતમાં ચાલી રહેલા 16 દિવસીય અભિયાન અંતર્ગત હાજર તમામ યુવાઓ, બાળકો આગેવાનોએ બાળ વિવાહ નાબુદી અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને કાપડ પર સહી કરી હતી.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં આદિમજુથ યુવાઓને પ્રોત્સાહિત કરવા એકશન એઈડ સંસ્થાના પોગ્રામ મેનેજર ડૉ. સુશીલાબેન, જમાપુર ગામના સરપંચ, ડોલવણ તાલુકાનાં અંતાપુર ગામના સરપંચ અને યુવા આગેવાન હંસાબેન, સોનલબેન, રાકેશભાઈ, દિલીપભાઈ અને આદિમજુથ આગેવાન નાનસિગભાઈએ હાજર રહી યુવાઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
157 માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબે વિજેતા ટીમ અને ભાગ લેનાર ટીમો માટે પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા અને વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટના અંતે સૌ યુવાઓ દેશમાં 25 નવેમ્બર થી 16 દિવસ માટે બાળવિવાહ નાબુદી અને મહિલા હિંસા વિરુદ્ધ અભિયાનમા આગેવાની લેવા આગળ આવ્યા હતા.
○○○
