નિઝર તાલુકાના રાયગઢ ગામમાં બનાવેલી ટાંકી શોભાનાં ગાંથીયા સમાન : પાણી માટે ત્રણ -ત્રણ કલાક તાપમાં ઉભુ રહેવું પડે છે
(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના રાયગઢ ગામમાં વર્ષ 2018/19માં વસ્મો યોજના હેઠળ પાણીની ટાંકી બનાવામાં આવેલ હતી. પરંતુ જયારથી પાણીની ટાંકી બનાવામાં આવેલ છે ત્યારથી આજ સુધી પાણીની ટાંકીમાં એક પણ પાણીનું ટીપું આવ્યુ નથી ! શોભા માટે જ પાણીની ટાંકી બનાવી દેવામાં આવેલ હોય એવું લાગે છે !
રાયગઢનાં ગ્રામજનો જણાવે છે કે હાલમાં પણ પીવાનાં પાણી માટે લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. ત્રણ -ત્રણ કલાક તાપમાં ઉભુ રહેવું પડે છે. વારંવાર તાલુકા વિકાસ અધિકારી નિઝરને મૌખિકમાં રજુઆત કરવામાં આવી છે. છતાં પણ આજદિન સુધી આ પ્રશ્નનું કોઈ નિરાકરણ કરવામાં આવેલ નથી. લોકો પાણી માટે તરસે છે અને સ્થાનિક અધિકારીઓ આંખ આડા કાન કરીને બેસી રહયા છે. શુ અધિકારીઓને આમ જનતાની વેદના નથી દેખાતી. આ એક પ્રશ્ન પ્રશાસન પર ઊભા થાય છે. વિકાસના નામ પર લાખો રૂપિયાની ગ્રાન્ટ સરકારશ્રી હસ્તે ફાળવવામાં આવે છે. તે ગ્રાન્ટમાં પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર કરવામાં આવે છે. અને ગ્રામજનો પીવાના પાણી માટે ફાંફા મારે છે. સરકારશ્રી કહે છે કે પહેલા લોકો માટે પીવાના પાણીની સુવધા કરવામાં આવે. જ્યારે સ્થાનિક અધિકારીઓ આંખ આડા કાન કરીને બેસી રહે છે.
જૂની ટાંકીને તોડી પાડવામાં આવે એવી રજુઆત તાલુકા વિકાસ અધિકારીશ્રીને કરવામાં આવેલ હતી. પણ જૂની પાણી ટાંકી તોડવાની હતી પરંતુ અધિકારીઓએ તોડવાને બદલે જૂની ટાંકીને રીપેરીંગ કરી દીધી છે. ખરેખર પ્રશાસનને લોકોની દરકાર નથી. ગ્રામજનોએ વારંવાર તાલુકા વિકાસ અધિકારીશ્રી નિઝરને રજૂઆત કરી છે, છતાં પાણ આજદિન સુધી કોઈ કર્યવાહી કરવામાં આવી નથી. વાસ્મો પાણી પુરવઠા યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાની રાવ ગ્રામજનો કરી રહ્યાં છે.
Jag o
Mitro
Jago