પ્રાથમિક શાળા કોબા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

0
પ્રાથમિક શાળા કોબા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૦૫.  ભારતનાં લોખંડી પુરુષ અને દેશની અખંડિતતાનાં શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે પ્રાથમિક શાળા કોબા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં બાળકો અને શિક્ષકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે ગામમાં ભવ્ય રેલી કાઢી હતી. રેલી દરમિયાન બાળકો દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.

કાર્યક્રમમાં સરદાર પટેલનાં જીવનચરિત્ર, રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાન અને દેશની એકતા જાળવવાના તેમનાં સંકલ્પ વિશે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળકોમાં રાષ્ટ્રીય એકતા, ભાઈચારો અને દેશપ્રેમની ભાવના વિકસે તેવાં હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રીય એકતાનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચાડ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *