ભટગામ પ્રાથમિક શાળામાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

0
ભટગામ પ્રાથમિક શાળામાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)   તા. ૦૫.  ઓલપાડ તાલુકાની ભટગામ પ્રાથમિક શાળામાં દિવાળી પર્વની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાનાં ઉપશિક્ષકો દિપક પટેલ, ધવલ પટેલ તથા કલ્પના પટેલનાં માર્ગદર્શન હેઠળ બાળકોએ રંગોળી તૈયાર કરી હતી. બાળકોએ દૂષણોને ત્યાગી સદગુણો અપનાવવાના સંકલ્પો લીધા હતા.

આ પ્રસંગે ઉપશિક્ષિકા નિમિષા પટેલ તથા જીનલ પટેલે બાળકોને દિવાળીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે દિવાળી માત્ર દીવાઓનો તહેવાર નથી, પરંતુ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો સંદેશ છે. તેમણે ઉમેર્યું હતું કે પરસ્પર ભાઈચારો અને માનવધર્મ જાળવી સાચી દિવાળી મનાવીએ. ઉજવણીનાં ભાગરૂપે બાળકોએ શાળા પટાંગણમાં ફટાકડાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમનાં અંતે સૌ બાળકો ડીજેના તાલે ઝુમ્યા હતાં. શાળાનાં આચાર્ય વિજય પટેલે સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.

○○○

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *