વ્યારા નગરના દાદરી ફળીયા વિસ્તાર અને આહુરા એપાર્ટમેન્ટ સ્નેહકુંજ કોલોની વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા; શુક્રવાર :- વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ધ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર ધ્વારા સમાયાંતરે કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત દાદરી ફળીયામાં અને આહુરા એપાર્ટમેન્ટ સ્નેહકુંજ કોલોની વિસ્તારમાં COVID-19 ના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણીએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ–૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ તા.03/07/2020 થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી વ્યારા નગરના દાદરી ફળિયા વિસ્તારમાં 18 ઘરોની વસ્તી-53 તથા આહુરા એપાર્ટમેન્ટ સ્નેહકુંજ કોલોનીના 17 ઘરોની વસ્તી-25 ને નિયંત્રિત વિસ્તાર COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ ભૂત બંગલા(દાદરી ફળિયું)ના 11
ઘરોની વસ્તી-53 તેમજ સ્નેહકુંજ કોલોનોમાં આવેલ મંદિર પાછળના વિસ્તારમાં 19 ઘરોની વસ્તી-70
ને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
Containment Area તરીકે જાહેર કરાયેલ દાદરી ફળીયા અને આહુરા એપાર્ટમેન્ટ સ્નેહકુંજ કોલોની વિસ્તારમાં જરૂરી અમલવારી માટે સૂચવાયેલી બાબતોમાં જણાવ્યા મુજબ
આ વિસ્તારમાં એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ પર સરકારશ્રીની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન (SOP) મુજબ આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે.
આવશ્યક સેવાઓ(તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે.
ભારત સરકારશ્રીના Containment Area વિસ્તારમાં કરવાની થતી તમામ કાર્યવાહીની તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે. આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/ એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે.
Containment Area તરીકે જાહેર કરાયેલ બફર ઝોન વિસ્તારોમાં (Buffer Zone) તરીકે જાહેર કરી આ ઝોનની હદોને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે. બફર એરીયામાં આવતા વિસ્તાર માટે દર્શાવાયેલ અપવાદની બાબતોમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત), આ વિસ્તારમાં થી પસાર થતાં તમામ માલવાહક વાહનો, આ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી તથા સસ્તા અનાજની દુકાનો તથા આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ-વિતરણ કરતા તથા વહીવટી તંત્ર દ્વારા ઈસ્યુ કરેલ પાસધારકોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાની અમલવારી તા.03/07/2020 થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ-સબ-ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other