વ્યારા ખાતે નવરાત્રી મહોત્સવ દરમિયાન ‘ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮’ દ્વારા બાળ સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ અભિયાન 

0
વ્યારા ખાતે નવરાત્રી મહોત્સવ દરમિયાન 'ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮' દ્વારા બાળ સુરક્ષા અંગે વિશેષ જાગૃતિ અભિયાન 
Contact News Publisher

ગરબા મહોત્સવમાં ઉપસ્થિત ખેલૈયાઓ, વાલીઓ અને નાગરિકોને બાળ અધિકારો તથા ૧૦૯૮ હેલ્પલાઇનની સેવાઓ વિશે માર્ગદર્શન અપાયું

—

ભીડભાડવાળી જગ્યાએ બાળકોનું ધ્યાન રાખવા અને મુશ્કેલીના સમયે તાત્કાલિક ૧૦૯૮નો સંપર્ક કરવા અપીલ 

—

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 19 – તાપી જિલ્લાના વ્યારા ખાતે નવરાત્રી મહોત્સવ દરમિયાન ‘ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮’ ની ટીમ દ્વારા બાળકોની સુરક્ષા, બાળ અધિકારો તેમજ જરૂરિયાતમંદ બાળકો માટે ઉપલબ્ધ વિવિધ હેલ્પલાઇન સેવાઓ અંગે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

 

નવરાત્રી ગરબા મહોત્સવ દરમિયાન ઉપસ્થિત બાળકો, વાલીઓ, યુવાનો અને નાગરિકોને બાળ સુરક્ષા અને બાળ સંરક્ષણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને તહેવારો દરમિયાન વધુ ભીડભાડવાળા સ્થળોએ બાળકોનું ખાસ ધ્યાન રાખવું, તેમને એકલાં ન છોડવાં અને જો કોઈ બાળક ગુમ થાય કે ખોવાઈ જાય તો તાત્કાલિક મદદ કેવી રીતે મેળવવી તે અંગે સ્થાનિકોને જરૂરી સમજણ આપવામાં આવી હતી.

 

આ ઉપરાંત, બાળમજૂરી, બાળલગ્ન, બાળશોષણ, શારીરિક કે માનસિક દુર્વ્યવહાર તેમજ ત્યજી દેવાયેલાં કે અનાથ બાળકો જેવાં કેસોમાં સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકોને સમયસર સહાય મળી રહે તે માટે ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર ૧૦૯૮ ની કામગીરી અને સેવાઓથી લોકોને માહિતગાર કરાયા હતા.

 

આ જાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ સમાજમાં બાળકોની સુરક્ષા પ્રત્યે જવાબદારી વધારવાનો અને કોઈપણ બાળક મુશ્કેલીમાં હોય ત્યારે નાગરિકો આગળ આવીને સમયસર મદદ મેળવે તે માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

 

નોંધનીય છે કે, ટીમ દ્વારા કોઈ બાળક મુશ્કેલીમાં હોય અથવા તેને સંભાળ અને રક્ષણની જરૂર હોય, તો તાત્કાલિક ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો..

●●●

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *