તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ

સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન હેઠળ પાત્ર લાભાર્થીઓને યોજનાકીય લાભ મળે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા રચનાત્મક સૂચનો કરતાં કલેક્ટરશ્રી દેવ ચૌધરી
—
(પ્રતિનિધિ દ્વારા. વ્યારા) : તા.૧૭ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે શનિવારે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં અગાઉની બેઠકોમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અંગે ચર્ચા કરી વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ સર્વજન કલ્યાણ સંપૂર્ણતા અભિયાન અંતર્ગત વધુમાં વધુ પાત્ર લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા રચનાત્મક સૂચનો આપ્યા હતા. યોજનાઓના લાભથી કોઈ પાત્ર લાભાર્થી વંચિત ન રહે તે માટે વિભાગો વચ્ચે સંકલન વધારવા અને લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત નાગરિકોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ, નિવૃત્ત કર્મચારીઓના પેન્શન કેસો, આગામી બે વર્ષમાં નિવૃત્ત થનારા કર્મચારીઓના પેન્શન કેસોની તૈયારી, ગુજરાત તકેદારી આયોગના પત્રો, સરકારી જમીનની ફાળવણી અને એ.જી. ઓડિટના બાકી પેરાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં ઈ-સરકાર પોર્ટલના અમલ, સીએમ ડેશબોર્ડ, જનસેવા કેન્દ્રની કાર્યપદ્ધતિ, ખાતાકીય તપાસ, નકારાત્મક સમાચારોના સંદર્ભે તંત્ર દ્વારા લેવાયેલા પગલાં તથા વિવિધ વિભાગોના આંતરિક પ્રશ્નો અંગે પણ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશ મૌર્ય, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર. આર. બોરડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
