આપના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈએ આત્મહત્યાની કોશિશ કરી !

0
Songadh police station of tapi district.
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈ શાંતિલાલ વસાવાએ સોનગઢના દેવજીપુરા ખાતે તેમના નિવાસસ્થાને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત્ 12 ઓક્ટોબરના રોજ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના અંગે સોનગઢ પોલીસ સ્ટેશને જાણવાજોગ ફરિયાદ નોંધાય છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

ઘરકંકાસના એંગલથી પોલીસની તપાસ

પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે શાંતિલાલ વસાવાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

ઘટનાને લઈને પોલીસે આસપાસના લોકો અને સંબંધીઓનાં નિવેદનો લીધાં છે. સોનગઢ પોલીસ સમગ્ર મામલે ઘરકંકાસના એંગલથી તપાસ કરી રહી છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના વિરહમા ઝેરી દવા પીધી હોવાની વહેતી થયેલી વાતને પોલીસ અધિક્ષકે નકારી કાઢી

શાંતિલાલ વસાવાએ ચૈતર વસાવાના વિરહમાં હતાશ થઇ ઝેરી દવા પીધી હોવાની ચર્ચાને જિલ્લા પોલીસ વડાએ નકારી કાઢી છે. પોલીસનું કહેવું છે કે, ઘટનાનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

 શાંતિલાલ વસાવાના આત્મહત્યાના પ્રયાસ પાછળનાં કારણો અંગે સોનગઢ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

●●○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *