તાપી જિલ્લામાં આગામી ૨૧મી ઓક્ટોબરે તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
Contact News Publisher


(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬ :- તાપી જિલ્લામાં તમામ તાલુકામાં તાલુકાકક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તેમજ તા. ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાશે.એમ નિવાસી અધિક કલેક્ટરશ્રી, તાપી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
○●○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
