વાલોડ તાલુકામાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૧૩ કરોડના ૨૨ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું 

0
વાલોડ તાલુકામાં ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે રૂ. ૧૩ કરોડના ૨૨ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું 
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫. વાલોડ તાલુકામાં એમ.એમ.જી.એસ.વાય., વનબંધુ કલ્યાણ યોજના, આઈ.સી.ડી.એસ. અને એમ.કે.કે.વાય. યોજના અંતર્ગત મંજૂર થયેલા વિવિધ વિકાસલક્ષી કામોનો સ્થળ ઉપર પૂજા વિધિ તથા લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.

 

આ પ્રસંગે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંચળબેન ડી. ચૌધરીની ઉપસ્થિતિમા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે અંદાજિત રૂ. ૧૩ કરોડના ૨૨ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું હતું. જેમાં રૂ. ૧.૨૮ કરોડના ખર્ચે ડુમખલ ટુ કુંભિયા વિલેજ રોડ, રૂ. ૧.૧૩ કરોડના ખર્ચે ભીમપોર ડુંગરી ફળિયા ટુ હથુકા મેઈન રોડ અને રૂ. ૧.૧૦ કરોડના ખર્ચે વાલોડ કોસંબીયા કુંભિયા મોરદેવી સી.સી. રોડ જેવા મુખ્ય રસ્તાના મોટા કામોનો સમાવેશ થાય છે.

 

આ ઉપરાંત અંધાત્રી ખાતે રૂ. ૬૦ લાખના ખર્ચે સાંસ્કૃતિક ભવન અને કુંભિયા ખાતે રૂ. ૫૦ લાખના ખર્ચે લાઈબ્રેરી જેવા મહત્વના સુવિધાપથ કામો પણ મંજૂર કરી ગ્રામજનોને અર્પણ કરાયા હતા. આ ઉપરાંત અંધાત્રી સ્મશાનભૂમિ સી.સી. રોડ (રૂ. ૮૮ લાખ), અંધાત્રી પહાડ ફળિયા રોડ (રૂ. ૮૨ લાખ), કણજોડ મેઈન રોડથી આશ્રમ ફળિયા રોડ (રૂ. ૯૨.૪૦ લાખ) અને રાનવેરી કણજોડ ફળિયાના રસ્તા જેવા અનેક મહત્વના માર્ગોનું કામ પણ હાથ ધરાયું છે.

 

તદુપરાંત ડુમખલ ખાતે પુર સંરક્ષણ દિવાલ (રૂ. ૪૯.૮૬ લાખ), ચેકડેમ કમ કોઝવે (રૂ. ૩૮.૮૬ લાખ), સબ સેન્ટર (રૂ. ૪૫ લાખ) અને ગોડધા ખાતે હળપતિ આવાસ (રૂ. ૩૯.૧૦ લાખ) જેવા વિવિધ વિકાસકામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

શિક્ષણ અને બાળ કલ્યાણ ક્ષેત્રે પણ વિશેષ ધ્યાન આપતાં અંધાત્રી-૨ ખાતે નવી આંગણવાડી (રૂ. ૧૬ લાખ), અધ્યાપોર પ્રાથમિક શાળામાં વર્ગખંડ (રૂ. ૧૯ લાખ), કુંભિયા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ વોલ (રૂ. ૬.૯૮ લાખ) તેમજ ભીમપોર પ્રાથમિક શાળા એપ્રોચ રોડ જેવા કામો હાથ ધરીને સ્થાનિક બાળકો અને વિદ્યાર્થીઓને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરાયો છે.

 

આ તમામ બુનિયાદી કામોથી વાલોડ તાલુકાના અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટી વધશે અને સ્થાનિક લોકજીવન વધુ સુવિધાજનક બનશે.

 

આ પ્રસંગે, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ધીરેનભાઈ બી. ગામીત, જિલ્લા પંચાયત સભ્યો શ્રી અશોકભાઈ એન. ચૌધરી અને શ્રી અતુલભાઈ બી. પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી જ્યોત્સનાબેન પી. આહિર સહિત વિવિધ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other