નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે બારડોલીની 181 અભયમ ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

0
નવરાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે બારડોલીની 181 અભયમ ટીમ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : તા. ૧૪. નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી _બારડોલીની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા બારડોલી શહેરમાં ધામડોદ રોડ અને ગાંધી રોડ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને યુવતીઓને છેડતી, હેરાનગતિ તથા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને તાત્કાલિક કટોકટીની પરિસ્થિતિમાં 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.

 

181 અભયમ મહિલા હેલ્પલાઇન બારડોલી મહિલાઓની સુરક્ષા, સન્માન અને સહાય માટે હંમેશાં પ્રતિબદ્ધ છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *