તાપી જિલ્લાનાં જન સેવા કેન્દ્રોમાં કામ કરતા કોમ્યુટર ઓપરેટરોને ઓછું માનદ વેતન તેમજ અન્ય લાભોથી વંચિત રખાતાં 1લી ઓગસ્ટથી કામગીરી ઠપ્પ કરશે

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં તમામ તાલુકાઓનાં જનસેવા કેન્દ્રોમાં કામ કરતા કોમ્યુટર ઓપરેટરોને ઓછું માનદ વેતન આપવું તેમજ અન્ય લાભ નહી આપવામાં આવતાં આજરોજ ગુજરાત રાજ્ય નાં તાપી જીલ્લાના રેવન્યુ વિભાગ જન સેવા કેન્દ્ર (આઉટ સોર્સ) કોમ્યુટર ઓપરેટર મંડળ દ્વારા તાપી જીલ્લા કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપી પોતાની વ્યથા જણાવી હતી તેમજ ઉકત મુદ્દાઓની વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ નકકર પરિણામ ન આવતા ગુજરાત રાજય મહેસુલ વિભાગમાં જન સેવા કેન્દ્રોના કો.ઓપરેટરો દ્વારા ના છુટકે તા. ૦૧ / ૦૮ / ૨૦૨૦ થી તાપીનાં તમામ તાલુકા જન સેવા કેન્દ્રોવાળા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરશે એમ વધુમાં આવેદન પત્રમાં ચિમકી ઉચ્ચારી છે. આવેદન પત્રમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે.

“તાપી જિલ્લા જનસેવા કેન્દ્ર / ઈ – ધરા કેન્દ્રના કોમ્યુટર ઓપરેટર / સેવકોની નમ્ર અરજ કે અત્રેના જિલ્લાને જન સેવા કેન્દ્રમાં કામગીરી / ફરજ બજાવવા અને નિયુક્ત કરવામાં આવેલ છે . સદરહુ કામગીરી / ફરજ દરમ્યાન કંપની તરફથી રોકવામાં આવેલ સ્ટાફને મહેનતાણાની રકમ સરકારશ્રીના – લધુત્તમ વેતનથી ખુબજ ઓછી કંપની દ્વારા ચુકવવામાં આવે છે . જેથી હાલની મોંઘવારીમાં સદરહું ૨કમથી જીવન નિર્વાહ કરવાનો ખુબજ ગંભીર પ્રશ્ન ઉદભવા પામેલ છે. અમો તરફથી વારંવાર મહેનતાણાની રકમ કંપની તરફથી રજુ કરતા અત્રેથી નિયુક્ત કર્મચારી પૈકી દર કચેરીએથી બે માણસો ઓછા કરવામાં આવે તો શ્રમ અને રોજગાર ગાંધીનગર મુજબના દરો મુજબ ચુકવણું કરવામાં આવશે એવું કંપની દ્વારા મૌખિક સુચના આપેલ છે . હાલ અત્રેની કચેરીઓ દ્રારા સરકારશ્રીની નિતિનિયમો અનુસાર જરૂરી કાયદાકીય જરૂરીયાત અનુરૂપ વિવિધ કામગીરી સમય મર્યાદા અને નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવે છે . સદરહું કામગીરી પૂર્ણ કરવામાં કર્મચારીઓ દ્વારા સમયનો ઘણો ભોગ આપવામાં આવે છે. અત્રેના કર્મચારીઓને માન, કલેક્ટર કચેરી તથા માન.પ્રાંત કચેરી તેમજ માન.મામલતદાર કચેરીની જરૂરી સમયમર્યાદામાં કરવાની થતી તમામ કામગીરીઓ પુરા ખંત ધીરજ અને કાળજી પૂર્વક કરવામાં આવે છે . જે આજદિન સુધી તમામ કામગીરીઓ રાત્રી દરમ્યાન કરી સમયમર્યાદામાં પૂર્ણ કરેલ છે . જેમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થીત થયેલ નથી. માહે એપ્રિલ ૨૦૨૦ અને મે ૨૦૨૦ માસ માનદવેતન પણ ચુકવાવમાં આવ્યું નથી. સરકારશ્રીની સુચના મુજબ હમો કોરાના વાઇરસ ની ઓનલાઈન પાસ આપવાની કામગીરી પણ કરેલ છે. અમારી મુખ્ય મુદ્દાઓની માંગો નીચે મુજબ છે.

(1) . શ્રમ અને રોજગાર વિભાગ, પરિપત્ર ક્રમાંક : ઇપીએફ / 182016 / 368596 / મ ( ૩ ) સચિવાલય , ગાંધીનગરનાં ઠરાવ તા .૦૭ / ૦૩ / ૨૦૧૭ ના ઠરાવ મુજબ માનદવેતન ચૂકવવામાં આવતુ નથી . ( આ ઠરાવ નકલ સામેલ છ)
(2) આપ સાહેબનાં પત્ર ક્રમાંક નં . એટીવીટી / જનસેવા / ઈ – ધરા / એજન્સી / વશી ૩૧૮૪ થી ૩૨૦૦ / ૨૦૧૯ તા .૨૯ / ૦૬ / ૨૦૧૯ , હુકમની શરતોમાં શરત નં . ૨૯ આ પ્રમાણે છે . એજન્સી દ્વારા જન સેવા કેન / ઈ – ધરા ખાતે સેવા મેળવવામાં આવતા કો.ઓપરેટ / સેવકને સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વખતો – વખત નકકી કરવામાં આવેલ ન્યુત્તમ વેતન , દૈનિક ભથ્થા , ખાસ ભથ્થા તથા શ્રમ આયુકત તરફથી નકકી થતાં અન્ય લાભો આપવા ના થશ. પણ હજુ સુધી અમોને એજન્સીએ જમા કરાવ્યુ નથી.
(3) સેલેરી સ્લીપ , ઇપીએફ , અકસ્માત વીમો તથા અન્ય લાભો મળતા નથી. તથા એજન્સી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારશ્રીએનાં નિયમો બનાવેલ ખોટા છે સાબિત થાય છે.
(4) સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા .૧૬ / ૦૩ / ૨૦૨૦ ના રોજ આપ સાહેબની કચેરીમાં આ બતે પત્ર દ્વારા આપને જાણ કરવામાં આવેલ છે . અને હજુ સુધી કોઈ નિર્ણય લીધેલ નથી . જે ગંભીર બાબત ગણવી જોઈએ. આ બાબતે કાયદો અને વ્યવસ્થા તથા માનવ અધિકારીનું ઉલ્લંઘન થતુ દેખાય રહયું છે.
(5) ( Covid – 19 ) માહે.એપ્રિલ -૨૦૨૦ તથા મે .૨૦૨૦ સોંપવામાં આવેલ કામગીરીની માનદવેતન ચૂકવાવમાં આવેલ નથી. ઉકત મુદ્દાઓની વારંવાર રજુઆતો કરવા છતાં કોઇ નકકર પરિણામ ન આવતા. જન સેવા કેન્દ્રના કર્મચારીઓના પડતર પ્રશ્રોના વાચા આપવા ગુજરાત રાજય મહેસુલ વિભાગમાં જન સેવા કેન્દ્રોના કો.ઓપરેટરો દ્વારા ના છુટકે તા. ૦૧ / ૦૮ / ૨૦૨૦ થી તાપીનાં તમામ તાલુકા જન સેવા કેન્દ્રોવાળા કર્મચારીઓ હડતાળ પાડવામાં આવશે.”

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *