વિનય મંદિર ગ્રામભારતી, કહેર-કલમકુઈ ખાતે 350 લાભાર્થીઓએ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લીધો

0
વિનય મંદિર ગ્રામભારતી, કહેર-કલમકુઈ ખાતે 350 લાભાર્થીઓએ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનો લાભ લીધો
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧.  વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી, કહેર-કલમકુઈ ખાતે વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોના આરોગ્યની કાળજી માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે 350 લાભાર્થીઓએ નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ એથર ઈન્ડસ્ટ્રીઝ લિ., સુરતના દિપકભાઈ મહેતા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો.

કેમ્પમાં જનરલ ફિઝિશિયન, ત્વચા રોગ નિષ્ણાંત , આંખનાં નિષ્ણાંત ,દંત ચિકિત્સક તથા ઓર્થોપેડિક્સ સહિતના નિષ્ણાંત તબીબોએ પોતાની સેવાઓ આપી હતી. જેમાં ડો. વિરેન ઠક્કર, ડો. પૂર્વી ઠક્કર, ડો. નિંકુજ ભાલાળા, ડો. પ્રણય ભટ્ટ તથા ડો. કરણ ખાંસે સહિતની તબીબી ટીમ દ્વારા લાભાર્થીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

આરોગ્ય કેમ્પ દરમિયાન દાંત અને આંખોની તપાસ, ઈસીજી, બ્લડ સુગર, હિમોગ્લોબિન તથા વિવિધ રોગોની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ લાભાર્થીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા લાભાર્થીઓને સેનેટરી પેડ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ માહ્યાવંશીએ જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ અને ગ્રામજનોના સ્વાસ્થ્યની કાળજી લેવી એ સમાજની સહિયારી જવાબદારી છે. આવા સેવાકીય આરોગ્ય કેમ્પ દ્વારા જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા મળી રહે છે, તે આનંદની વાત છે.”

કેમ્પને સફળ બનાવવા માટે તબીબી ટીમ, આયોજકો, શાળાના શિક્ષકમિત્રો તથા સમગ્ર સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. 350 જેટલા લાભાર્થીઓએ આરોગ્ય તપાસ અને સારવારનો લાભ લેતાં આ કેમ્પ સેવાકીય દૃષ્ટિએ સફળ રહ્યો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *