વિધાકુજ વિધાલય.વિરપુરમાં ગુજકોસ્ટ ના લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા તાપી જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે નેશનલ સાયન્સ સેમિનારનું આયોજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ તથા ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના ગુજકોસ્ટ, ગાંધીનગર દ્રારા આયોજિત તાપી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા તાપી જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર-૨૦૨૬ વિધાકુંજ વિધાલય.વિરપુર ખાતે યોજાયો હતો. શાળા મેનેજમેન્ટના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારમાં તાપી જિલ્લાના કુલ ૩૫ શાળાના ૨૫ શિક્ષકો અને ૭૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ‘ઇન્ડિયન એનર્જી બાસ્કેટ ૨૦૪૭’ વિષય પર વિદ્યાર્થીઓએ પી.પી.ટી.ના માધ્યમથી પોતાના વિચારો અને વક્તવ્યની અસરકારક રજૂઆત કરી હતી. જેમા નુતન વિઘાલય સોનગઢ ધોરણ-૧૦ની વિદ્યાર્થીની કિશ્રના પ્રજાપતિ એ વિષયને અનુરૂપ સુંદર પી.પી.ટી. અને અસરકારક પ્રેઝન્ટેશન રજૂ કરી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. જ્યારે નુતન વિઘામંદીર હાઈસ્કૂલના આરાઘ્ય પાટીલએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો અને તૃતીય દક્ષિણાપથ શાળા ની સ્નેહા ગામીત ની શ્રેષ્ઠ કૃતિ હતી.
તમામ ની સફળતા પાછળ માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષકો નુ યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનત મહત્વપૂર્ણ રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર દ્રારા સમયસર પરિપત્ર,પ્રચાર પ્રસાર અનુ ગુજકોસ્ટ ગાંધીનગર ના ડાયરેક્ટર જનરલ જોડેજા સાહેબ નુ સલાહ સુચન અનેકોનેક માર્ગદર્શન સમયાતરે મળવાથી જોરદાર સાયન્સ સેમીનાર સફળ બન્યો.તાપી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર કેતનભાઈ શાહ, વિજ્ઞાન પ્રચારક રણજીત ગામીત, નિપુણા ચોઘરી તેમજ સાયન્સ સેમિનાર સ્પર્ધાના કન્વીનર અરૂણાબેન રાણા તથા શાળાના ચેરમેન પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામીત ના અઘ્યક્ષ સ્થાને યોજાયો સાયન્સ મેટસ મંડળ ના મનહર વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
શાળા મેનેજમેન્ટ દ્વારા ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સુંદર નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમની ટ્રોફી સાથે સર્ટિફિકેટ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા.સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
પ્રથમ અને દ્રિતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્યકક્ષાની નેશનલ સાયન્સ સેમિનારમાં સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ બદલ શાળાના ચેરમેન પૂર્વમંત્રી કાંતિભાઈ ગામીત અને ટ્રસ્ટી ભગુભાઈ ,ફાલ્ગુની શાહ એ તમામ સ્પર્ધકો ને તથા માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો તમામ શાળા ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આવવા જવાનુ બસ ભાડા ભથ્થા,ચા નાસ્તો તેમજ ટ્રોફી, પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યા.આગામી દિવસોમા રાજ્ય કક્ષાએ તાપી ના બે બાળકો ને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર ડાયરેક્ટર કેતન શાહ ગુજકૉસ્ટ ના ખર્ચ સાયન્સ સીટી અમદાવાદ લઈ જશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
