વ્યારાના વીરપોર ગામે આવેલ મજીદ નુરૂદ્દીન મલેકના ખેતરની બંગલીમાંથી જુગાર રમતા આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. ગઇ તા.૦૨/૦૯/૨૦૨૬ના રોજ શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી પ્રોહી જુગારની પ્રવૃતિ શોધી કાઢવા પ્રયત્નોમા હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇને ખાનગી રીતે બાતમી મળેલ છે કે, “વ્યારા તાલુકાના વીરપોર ગામે ગામઠાણ ફળીયામાં ૨૨૦ કે.વી.જેટકો કંપની સબ સ્ટેશનની સામે આવેલ મજીદ નુરૂદ્દીન મલેકના ખેતરની બંગલીમાં છ જેટલા લોકો પૈસા વતી આર્થિક લાભ મેળવવા ગંજીપાનાનો જુગાર રમે છે ” જે બાતમી આધારે પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપીએ એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) મજીદ નુરૂદીન મલેક રહેવાસી ઉખલદા ગામ દાદરી ફળીયુ તા.ઉકાઇ જી.તાપી (૨) હસનેન હુસૈન જત ઉ.વ.-૪૦ રહેવાસી રાણીઆંબા ગામ નિશાળ ફળીયુ તા.વ્યારા જી.તાપી (૩) વાજીદ અજીતભાઇ મલેક ઉ.વ.૨૩ રહેવાસી ઉખલદા ગામ દાદરી ફળીયુ તા.ઉકાઇ જી.તાપી (૪) ઇરફાન ઇબ્રાહીમ મલેક ઉ.વ. ૪૨ રહેવાસી ખુશાલપુરા ગામ ઉમરી ફળીયુ તા.વ્યારા જી.તાપી (૫) કાસમ ગુલામભાઇ જત ઉ.વ.૪૦ હાલ રહેવાસી મરાઠાવાડ વ્યારા તા.વ્યારા મુળ રહેવાસી ઢોંગીઆંબા ગામ તા.વ્યારા જી.તાપી (૬) મહેબુબ સિકંદર મલેક ઉ.વ.-૨૮ રહેવાસી જમાદાર ફળીયુ નવા એસ.ટી. ડેપો પાસે સોનગઢ તા.સોનગઢ વગર પાસ પરમીટે પૈસા વતી ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા તેઓની અંગ ઝડતીમાંથી કુલ્લે રોકડા રૂપિયા ૩૩,૮૦૦/- તેમજ દાવ ઉપરના રોકડા રૂપિયા ૧૮,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૫૧,૮૦૦/- તેમજ મોબાઇલ ફોન નંગ-૦૬ કિંમત રૂપિયા ૩૫,૦૦૦/-તેમજ ગંજી પાના તથા મોટર સાયકલ/ મોપેડ નંગ- ૦૩ કિંમત રૂપિયા ૮૫,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧,૭૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી બી.જી. રાવલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોડ, તાપી તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ, હે.કો. શૈલેષભાઇ રમેશભાઇ, પો.કો. રોનકભાઇ સ્ટીવન્સન, પો.કો. વિપુલભાઇ રમણભાઇ, પો.કો. પ્રકાશભાઇ રામાભાઇએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
