માછીમાર મહિલાઓના સશક્તિકરણ અને સ્વરોજગાર અંગે ચર્ચા ગોષ્ઠીનું આયોજન

0
માછીમાર મહિલાઓના સશક્તિકરણ અને સ્વરોજગાર અંગે ચર્ચા ગોષ્ઠીનું આયોજન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૨. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી દ્વારા માછીમાર મહિલાઓના સશક્તિકરણ અને સ્વરોજગારની તકો વિષયક એક ચર્ચા ગોષ્ઠીનું આયોજન જૂની બાવલી ગામ ખાતે કરવામાં આવ્યું હતું.

 

આ ચર્ચા ગોષ્ઠીમાં કેન્દ્રના વૈજ્ઞાનિક બહાનો દ્વારા ઉપસ્થિત માછીમાર તથા ગ્રામ્ય મહિલાઓને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

ચર્ચા દરમિયાન ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું:

 

• મૂલ્યવર્ધિત માછલી ઉત્પાદનો કેવી રીતે બનાવી શકાય.

• માછલીનું સ્વચ્છ અને સુરક્ષિત હેન્ડલિંગ કેવી રીતે કરવું.

• માછલી વેચાણ અને માર્કેટિંગના નવા આયામો તથા આધુનિક માધ્યમોનો ઉપયોગ.

• મહિલા સ્વસહાય જૂથ (SHG) અને સહકારી મંડળીની સ્થાપના દ્વારા સામૂહિક વ્યવસાયની તકો.

• વિવિધ સરકારી યોજનાઓ અને તેના દ્વારા મળતી તાલીમ, સહાય તથા અન્ય લાભો અંગે માહિતી.

 

આ ચર્ચા ગોષ્ઠી દરમિયાન માછીમાર મહિલાઓ તથા ગ્રામ્ય મહિલાઓ સાથે તેમના સ્વરોજગાર, આર્થિક સશક્તિકરણ અને ભવિષ્યમાં માછીમારી આધારિત નાના ઉદ્યોગો શરૂ કરવાની સંભાવનાઓ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

 

આ પ્રકારના કાર્યક્રમો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવીને માછીમારી ક્ષેત્રમાં તેમની ભાગીદારી અને આવકમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *