ઝાંખરીના જંગલમાંથી ગેરકાયદે કાપેલું ખેરનું લાકડું ઝડપાયું

0
ઝાંખરીના જંગલમાંથી ગેરકાયદે કાપેલું ખેરનું લાકડું ઝડપાયું
Contact News Publisher

વન વિભાગની સઘન તપાસમાં ૩૫ નંગ ખેરના લાકડાનો ૧.૫૧૩ ઘનમીટર જથ્થો જપ્ત

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૩૧ :- તાપી જિલ્લાના વ્યારા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં ગેરકાયદે વૃક્ષ કટીંગ સામે સઘન પેટ્રોલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ઝાંખરી રાઉન્ડના સ્ટાફ દ્વારા જંગલ ફેરણું દરમિયાન ચીચબરડી બીટ કંપાર્ટમેન્ટ નં. ૨૮૯ના જંગલ વિસ્તારમાં ખેરના કટીંગ કરાયેલા ખુંટ મળી આવ્યા હતા.

 

આ અંગે તાત્કાલિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વ્યારાને જાણ કરવામાં આવતા આસપાસના જંગલ વિસ્તારમાં તપાસ માટે બે અલગ-અલગ ટીમો બનાવી સઘન જંગલ ફેરણું હાથ ધરવામાં આવ્યું હતું. આશરે ૫થી ૬ કલાકની સઘન તપાસ બાદ સાંજે આશરે ૫:૩૦ કલાકે વાવેતર પ્લોટના રક્ષણ માટે બનાવવામાં આવેલી બોર્ડર ફ્રેન્ચ તથા આસપાસની ઝાડી-ઝાંખરામાં સંતાડી રાખવામાં આવેલ ખેરનું છોલેલું લાકડું મળી આવ્યું હતું.

 

વન વિભાગની ટીમે આશરે ૩૫ નંગ ખેરનું લાકડું, કુલ અંદાજિત ૧.૫૧૩ ઘનમીટર જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે રા.ગુ.નં. ૧૨/૨૦૨૬-૨૭, તા.૨૭-૦૮-૨૦૨૬થી વન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલ સરકારી ડેપો, ડોલવણ ખાતે જમા કરવામાં આવ્યો છે.એમ રેન્જ ફોરેસ્ટ ઑફિરસર વ્યારાની અખબારી યાદીમાં જણાવાયું છે.

00000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *