રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના મોટી દબાસ ગામના બાળકને નવજીવન મળ્યું

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : ઘરમાં બાળકનાં એક સ્મીતથી પરિવારજનો ખુશ ખુશાલ થઇ જતા હોય છે. હસતા બાળકને જોઇને કોઇપણ માતા-પિતા પોતાના દુખ દર્દ ભુલી જતા હોય છે. રમતા બાળકને હાથમા લેતા જ કોઇપણ પિતાનો થાક ક્ષણ ભરમાં ગાયબ થઇ જતો હોય છે. પણ જ્યારે બાળક ને કોઇ તકલીફ હોય ત્યારે પરિવારજનો આર્થિક માનસિક તકલીફમાં ધકેલાઇ જતા હોય છે.આવો જ એક કિસ્સો ડાંગ જિલ્લાના ના મોટી દબાસ ગામમાં રહેતા ગણેશભાઈ પવાર ના પુત્ર જોસેફ ને જલોદર થતાં ગણેશભાઈ નો આંનદ ઉત્સાહ સાથે છીનવાઈ ગયો હતો અને તેઓ ચિંતાતુર થઇ ગયા હતા ત્યારે શાળા તપાસણી કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ટીમ નબંર:DGAHT602 દ્વારા (RBSK) ટીમના ડોકટરોએ તેમને આશ્વાશન આપ્યું હતું કે તેમનું સફળ ઓપરેશન થઇ શકશે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત (RBSK) હેઠળ કામ કરતા કર્મીઓ એ વધુમાં જણાવ્યું હતું કે RBSK નો મુખ્ય ઉદેશ્ય જ જન્મજાત ખોડ ખાપણ ધરાવતા બાળકની ખોડ દૂર કરી તેમને સામાન્ય બાળકની જેમ હસતો કરવાનો છે. આ કાર્યક્રમ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સંપુર્ણ સંવેદનશીલ છે. અને દેશમાં જન્મેલુ બાળક સશક્ત સ્વાસ્થ્ય રહે તે માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિનામુલ્યે તમામ સારવાર આપવામાં આવે છે.આમ પ્રાથમિક તપાસ કરી, જેમાં બાળકનો પેટ નો ભાગ ફુલેલી હાલતમાં તથા શ્વાસ લેવામાં તકલીફ ના કારણે સિવિલ હોસ્પિટલ આહવા ખાતે રીફર કરવામાં આવ્યુ હતુ.
સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ વધુ નિદાન સારવારની જરુરીયાત જણાતા સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રીફર કરવામાં આવ્યુ હતું વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે નિદાન થયા બાદ જણાયું કે બાળક ને BUDD CHIARI SYNDROME છે. જેની સારવાર માટે બાળક ને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે દાખલ કરાયું હતુ. જ્યાં બાળક નુ ANGIOPLASTY નુ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું હાલ બાળક સારવાર બાદ સંપૂર્ણ પણે સ્વસ્થ છે અને રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્ય કરતી ટીમ:DGAHT602 ના ફોલો અપ હેઠળ છે. સારવાર બાદ બાળક અને બાળકના માતા-પિતા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની ટીમ અને આરોગ્ય શાખા નો આભાર માન્યો હતો.સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય યોજના થકી આ દિકરાનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવતાં તેને નવ જીવન પ્રાપ્ત થતાં પરિવારજનોમાં પુન: આનંદ પ્રસરી ગયો છે. જ્યારે આર.બી.એસકે ટીમના ડૉ.ધનરાજ દેવરે, ડૉ. ઈર્શાદ વાણી તથા આર એક્સ. સપના ગાવિત (ફાર્માસિસ્ટ) નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો

 

ડૉ. ધનરાજ.પી. દેવરે (SH-RBSK MO) ના કહ્યા અનુસાર દર દશ લાખ ની વસ્તીએ આવું એક દર્દી હોય છે.આવા દર્દીમાં લીવરની શીરાઓમાં રહેલું લોહી ગંઠાવાથી અવરોધ ઉભો થાય છે. આ કારણથી લીવર થી લોહી હૃદયને પહોંચતુ નથી. યોગ્ય પ્રવાહ ના હોવાના કારણોસર લીવરને પ્રમાણસર ઓક્સિજન મળતું નથી. અને લીવરની કાર્યક્ષમતામાં અવરોધ આવે છે જેથી લીવરને ગંભીર નુકસાન થવાની અથવા લીવર ફેલ થવાની સ્થિતી ઉભી થઈ શકે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *