સોનગઢના જમાદાર ફળીયામાં જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૩૦. આજરોજ શ્રી જે.બી. આહિર, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન સાથેના અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇને ખાનગી રાહે સંયુકત રીતે બાતમી મળેલ કે, સોનગઢ ટાઉન જમાદાર ફળીયામાં પ્રાથમિક સ્કુલની પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો ભેગા મળી ગંજીપાના તથા રૂપિયાઓ વડે હારજીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલે પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી- (૧) પ્રકાશભાઇ કાશીનાથભાઇ જાધવ ઉ.વ.૩૦ રહે.સોનગઢ, જમાદાર ફળીયુ તા.સોનગઢ જી.તાપી (૨) અતુલભાઇ સિંક્દરભાઇ મલેક ઉ.વ.૩૧ રહે.સોનગઢ, જમાદાર ફળીયુ, બસ સ્ટેશનની બાજુમા તા.સોનગઢ જી.તાપી (૩) રાહુલભાઇ શાંતિલાલભાઇ વસાવા ઉ.વ.૩૧ રહે.સોનગઢ, જમાદાર ફળીયુ તા.સોનગઢ જી.તાપી (૪) રવિભાઇ રાજેશભાઇ ગામીત ઉ.વ.૨૭ રહે.સોનગઢ, જમાદાર ફળીયુ તા.સોનગઢ જી.તાપી કોઈપણ જાતની પાસ પરમીટે વગર ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમી જુગારના સાધનો ગંજી પાનાની બે કેટ ગંજી પાના ૧૦૪ નંગ તથા દાવના ઉપરના રૂપિયા-૬૦૦૦/- તથા પકડાયેલ ચારેયની અંગ ઝડતી દરમ્યાન મળી આવેલ રૂપિયા- ૧૧,૬૬૦/-મળી કુલ્લે રોક્ડા રૂપિયા- ૧૭,૬૬૦/- તથા મોબાઇલ નંગ-૦૩ જેની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૪૭,૬૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી આ આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી જે.બી. આહિર, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ નોકરી એલ.સી.બી, તાપી તથા અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ તથા અ.પો.કો. રાજીશકુમાર ગોપાળભાઇ નોકરી-પેરોલ ફર્લો સ્કોડ તાપીએ કામગીરી કરેલ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
