અંતુરલી ગામે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને ઓઇલ પામ અંગે માર્ગદર્શન શિબિર

0
અંતુરલી ગામે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અને ઓઇલ પામ અંગે માર્ગદર્શન શિબિર
Contact News Publisher

પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમજ ઓઇલ પામના વાવેતર થકી આવક વધારવા ખેડૂતોને માર્ગદર્શન

 

(માહિતી બ્યુરો દ્વારા, તાપી ) : તા. ૨૮.  નાયબ બાગાયત નિયામકની કચેરી, તાપી દ્વારા તા. ૨૧ ઓગસ્ટના રોજ નિઝર તાલુકાના અંતુરલી ગામ ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ‘પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન અને ઓઇલ પામ મેગા પ્લાંટેશન ડ્રાઇવ’ અંતર્ગત વિશેષ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતોને ઝેરમુક્ત અને ટકાઉ પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ બાગાયત વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

 

નિઝર તાલુકામાં ઓઇલ પામનું વાવેતર વધારવા અને ખેડૂતોને આર્થિક રીતે ફાયદાકારક પાક તરફ પ્રોત્સાહિત કરવાના હેતુસર યોજાયેલી બે દિવસીય તાલીમ દરમિયાન ગોદરેજ કંપનીના ગુજરાત સ્ટેટ હેડ તથા પ્રતિનિધિ દ્વારા ઓઇલ પામની ખેતીના ફાયદા, વાવેતર અને સંભાળની ટેકનિકલ માહિતી તેમજ કંપની દ્વારા ખેડૂતોને આપવામાં આવતા સહકાર અંગે સવિસ્તર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

આ માર્ગદર્શન શિબિરનો અંતુરલી ગામ તેમજ આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *