બેંક ઓફ બરોડા આરસેટી તાપી ખાતે ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી તાલીમનો પ્રારંભ

સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાની તકો અંગે તાલીમાર્થીઓને માર્ગદર્શન અપાયું
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૭ :. બેંક ઓફ બરોડા ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI), ઇન્દુ ખાતે ગત ૨૫ ઑગસ્ટ મંગળવારના રોજ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, સ્વરોજગાર તથા તાલીમ પૂર્ણ કર્યા બાદ ઉપલબ્ધ વ્યવસાયિક તકો અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. તાલીમાર્થીઓ તાલીમનો મહત્તમ લાભ મેળવી પોતાના કૌશલ્યનો વિકાસ કરે અને સ્વરોજગાર તરફ આગળ વધે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોએ RSETI ખાતે જ્યુટ પ્રોડક્ટ્સની તાલીમ લઈ રહેલી સ્વસહાય જૂથની બહેનો સાથે પણ સંવાદ કર્યો હતો. બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતા વિવિધ જ્યુટ પ્રોડક્ટ્સ અંગે માહિતી મેળવી તેમના કાર્યની પ્રશંસા કરી હતી. તેમજ બહેનોને વધુ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે સ્વરોજગાર ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી જેવી કૌશલ્ય આધારિત તાલીમ થકી તાલીમાર્થીઓમાં નવી કુશળતા પ્રાપ્ત કરી સ્વરોજગાર સ્થાપિત કરવાની પ્રેરણા જોવા મળી હતી.
કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા, વ્યારા શાખાના ચીફ મેનેજર શ્રી સૌરભ યાદવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશિષ્ટ અતિથિ તરીકે એલ.ડી.એમ., તાપી શ્રી ભરત મકવાણા, મિશન મંગલમ, તાપીના એ.પી.એમ. શ્રી પાર્થ ભંડારી, RSETIના ડિરેક્ટરશ્રી તથા RSETI સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
